Not Set/ #Covid19/ અમેરિકામાં કોરોનાથી 80 હજાર મોત, છતા રાષ્ટ્રપતિ ટ્રમ્પ ખોલવા માંગે છે લોકડાઉન

કોરોના વાયરસથી વિશ્વભરનાં લાખો લોકોને ચેપ લાગ્યો છે. મૃત્યુઆંક લાખોમાં પહોંચી ગયો છે. ફક્ત અમેરિકામાં જ 80,000 લોકો કોરોનાથી મોતને ભેટી ચુક્યા છે. હજી પણ 12 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે, પરંતુ તેમ છતાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લોકોને બચાવવાને બદલે વહેલી તકે લોકડાઉન ખોલવા માગે છે. કોરોના ચેપનાં વધતા જતા કેસને રોકવાનો પ્રયાસ કરવાને […]

World
393ff58ff8b323219c3b817c28d35243 1 #Covid19/ અમેરિકામાં કોરોનાથી 80 હજાર મોત, છતા રાષ્ટ્રપતિ ટ્રમ્પ ખોલવા માંગે છે લોકડાઉન

કોરોના વાયરસથી વિશ્વભરનાં લાખો લોકોને ચેપ લાગ્યો છે. મૃત્યુઆંક લાખોમાં પહોંચી ગયો છે. ફક્ત અમેરિકામાં જ 80,000 લોકો કોરોનાથી મોતને ભેટી ચુક્યા છે. હજી પણ 12 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે, પરંતુ તેમ છતાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લોકોને બચાવવાને બદલે વહેલી તકે લોકડાઉન ખોલવા માગે છે. કોરોના ચેપનાં વધતા જતા કેસને રોકવાનો પ્રયાસ કરવાને બદલે, અમેરિકન રાષ્ટ્રપતિ અર્થવ્યવસ્થાને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. તેઓ વહેલી તકે દેશમાં લોકડાઉન ખોલવા માગે છે.

યુ.એસ.માં કોરોનાથી 80,000 લોકોનાં મોત થયાં છે. કોરોના ચેપનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ કોરોના ચેપનાં વધતા જતા પ્રકોપ વચ્ચે પણ ટોચનું નેતૃત્વ દબાણ કરી રહ્યું છે કે અમેરિકાની અર્થવ્યવસ્થાને બચાવવા માટે વહેલી તકે આ વ્યવસાયને ખોલવામાં આવે. અમેરિકન રાષ્ટ્રપતિ જનતાને બદલે અમેરિકન અર્થવ્યવસ્થાને બચાવવાનો પ્રયત્નમાં લાગી ગયા છે. ટ્રમ્પ વહેલી તકે દેશવ્યાપી લોકડાઉન ખોલવા માંગે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે એક ટ્વીટ કર્યું હતું.

જેમા તેમણે કહ્યું હતું કે, અમેરિકામાં કોરોનાનાં કેસ ઘટી રહ્યા છે. ચેપગ્રસ્ત લોકોમાં ઝડપી સુધારો જોવા મળી રહ્યો છે. અમારા પ્રયત્નોની સૌ લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ કોરોના ચેપને સુધારવાનો દાવો કરીને લોકડાઉન ખોલવા માંગે છે, ત્યારે અમેરિકન નિષ્ણાતો તેને ખતરો માને છે. આપને જણાવી દઇએ કે યુ.એસ. માં, કોરોનાને કારણે 80,000 લોકો મૃત્યુ પામ્યા છે, એનો અર્થ એ કે વિશ્વભરમાં કોરોનાનાં મૃત્યુમાં ત્રીજી વ્યક્તિ અમેરિકન હતી.

વિશેષજ્ઞોનું કહેવું છે કે, જો અમેરિકા લોકડાઉન ખોલે તો તે ખતરનાક બની રહેશે. અમેરિકાનાં આ નિર્ણય દ્વારા દેશમાં મૃતકોની સંખ્યા ઓગસ્ટ સુધીમાં 1 લાખ 35 હજાર સુધી પહોંચી શકે છે. નિષ્ણાતો માને છે કે લોકડાઉન ખોલવું યુએસ અર્થતંત્ર માટે જોખમી સાબિત થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.