CHIN/ કોરોનાની ભયાનકતાથી ચીન પહેલેથી માહિતગાર, સ્ટિંગ ઓપરેશનની ડોક્યુમેન્ટરીમાં થયો પર્દાફાશ

કોરોનાવાયરસ અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી તેની પાછળ ચીનનો હાથ હોવાની ચર્ચાઓ વિશ્વભરમાં થતી આવી છે. તેમજ ચીનનો હાથ હોવાનું વિશ્વભરના લોકો જણાવતા આવ્યા છે ત્યારે વધુ એક વખત

Top Stories World
1

કોરોનાવાયરસ અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી તેની પાછળ ચીનનો હાથ હોવાની ચર્ચાઓ વિશ્વભરમાં થતી આવી છે. તેમજ ચીનનો હાથ હોવાનું વિશ્વભરના લોકો જણાવતા આવ્યા છે ત્યારે વધુ એક વખત ચીનની કાળી કરતૂતોનો પર્દાફાશ થયો છે.કોરોના વાયરસને લઈને દુનિયાભરમાં ચીનની ભારે વગોવણી થઈ છે. જોકે ચીન સતત એક જ રટણ કરી રહ્યો છે કે તેને કોરોના વાયરસને લઈને મહત્વપૂર્ણ જાણકારીઓ વિશ્વને આપી હતી.

A Slap in the Face': Chinese Readers Share Their Coronavirus Stories - The  New York Times

સંરક્ષણ / એસ-400 મિસાઇલ સિસ્ટમ ઘાતક હુમલા માટે તૈયાર, ભારતીય સૈનિકો તાલીમ માટે જશે રશિયા

જોકે એક નવી ડોક્યુમેન્ટ્રીમાં ઘણી બધી એવી જાણકારીઓ સામે આવી રહી છે જેનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે, ચીને કોરોના વાયરસને લઈને માત્ર જુઠ્ઠાણા ચલાવ્યે રાખ્યા હતાં.Outbreak: Virus that shook the world નામની આ ડોક્યુમેટ્રીમાં વુહાન (Wuhan)ના કેટલાક મેડિકલ પ્રોફેશનલ્સ નજરે પડે છે. આ લોકોના સ્ટિંગ ઓપરેશન કરવામાં આવી રહ્યાં છે અને તેઓ સ્પષ્ટ પણે કહે છે કે, તેમને એ ખબર હતી કે કોરોના વાયરસ કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે પરંતુ તેમણે આ બાબતે જુઠ્ઠુ બોલવા કહેવામાં આવ્યું હતું. આ ડોક્યુમેન્ટ્રીમાં એક ભાગમાં એક હેલ્થ પ્રોફેશનલ કહે છે કે, ડિસેમ્બર 2019ના અંતમાં મારા એક સંબંધીનું કોરોનાના કારણે મોત થયુ હતું. તેમની સાથે જે લોકો રહી રહ્યાં હતાં તેઓ પણ કોરોના સંક્રમિત થઈ ગયા હતાં. જેથી અમને એ વાતની ચોક્કસ જાણકારી છે કે, આ વાયરસ કેટલી હદે ખતરનાક છે.

More Than 7,700 Cases of Coronavirus Recorded Worldwide - The New York Times

Gandhinagar / વિધાનસભામાં કેન્ટીન બનાવી અફલાતુન પણ ભોજનમાં ક્યાં છે ભલીવાર

આ ઉપરાંત આ લોકોને એ પણ ખબર હતી કે આ વાયરસ એક માણસમાંથી બીજા માણસમાં પણ ફેલાઈ શકે છે. એક મેડિકલ પ્રોફેશનલ્સના નિવેદન પ્રમાણે, અમને ખબર હતી કે વાયરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ટ્રાંસમિટ થઈ શકે છે પણ જ્યારે અમે હોસ્પિટલમાં બેઠકમાં હાજર હતાં તો અમને કહેવામાં આવ્યું હતું કે, અમારે આ મામલે કોઈ જ વાત કરવાની નથી. પ્રંતના લિડર્સે હોસ્પિટલને નિર્દેશ આપ્યા હતાં કે, તેઓ આ મામલે કોઈને પણ જાણકારી ના આપે. જોકે હોસ્પિટલનો સ્ટાફ એ વાત બરાબર જાણતો હતો કે, આ ડેડલી વાયરસથી લોકોને સાવચેત કરવા જોઈએ અને નવા વર્ષની ઉજવણી પણ ટાળવી જોઈએ પણ ચીની પ્રશાસન ખુબ જ ધામધુમથી નવા વર્ષની ઉજવણી કરવા માંગતુ હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…