Not Set/ WHOનાં વડાએ કોરોના મામલે જીનિવા પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું મોટું અને ચિંતાજનક નિવેદન

  WHOની સૌથી મોટી ચેતવણી સામે આવી રહી છે અને ચેતાવણીએ ભારત સહિત વિશ્વના અનેક દેશોનાં ભવા અધ્ધર કરી દીધા છે. જી હા, જિનેવા પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર નિવેદન દ્વારા WHOનાં વડા ડો. ટેડ્રોસે જાણકારી આપતા વિશ્વને ચેતવ્યું છે. WHOનાં વડા ડો. ટેડ્રોસની ચેતવણી મુજબ વિશ્વની સ્થિતિ વધુ ખતરનાક બની શકે છે. જ્યારે તમામ જગ્યાએથી કોરોના વાયરસ નબળો પડ્યો હોવાની […]

World
28b679015567d39f520a324c3f8233ed scaled WHOનાં વડાએ કોરોના મામલે જીનિવા પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું મોટું અને ચિંતાજનક નિવેદન

 

WHOની સૌથી મોટી ચેતવણી સામે આવી રહી છે અને ચેતાવણીએ ભારત સહિત વિશ્વના અનેક દેશોનાં ભવા અધ્ધર કરી દીધા છે. જી હા, જિનેવા પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર નિવેદન દ્વારા WHOનાં વડા ડો. ટેડ્રોસે જાણકારી આપતા વિશ્વને ચેતવ્યું છે.

WHOનાં વડા ડો. ટેડ્રોસની ચેતવણી મુજબ વિશ્વની સ્થિતિ વધુ ખતરનાક બની શકે છે. જ્યારે તમામ જગ્યાએથી કોરોના વાયરસ નબળો પડ્યો હોવાની અને ઘાતકતા ઓછી થઇ હોવાની વાતો કોઇ પુષ્ટી વીના જ સાંભળવામાં આવી રહી છે, ત્યારે WHOનાં વડા ડો. ટેડ્રોસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ હજુ પણ ખુબ ખતરનાક છે. ટેડ્રોસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, વિશ્વનાં ઘણા દેશોનું ઉલટી દિશામાં ગમન જોવામાં આવી રહ્યું છે.  

WHO દ્વારા તેવુ પણ કહેવામાં આવ્યું છે કે, કોરોના વિશ્વની જનતાનો દુશ્મન નંબર એક આજે પણ છે. ઘણાં દેશોની આંખ આડા કાન કરવાની  કાર્યવાહી ઉચિત નથી. અને કોરોનાથી હજી સ્થિતિ બગડી શકે છે. 

વૈશ્વિક આરોગ્ય સંસ્થા – WHOના વડા દ્રારા પોતાનાં નિવેદનમાં એવુ પણ ટાંંકવામાં આવ્યું છે, કે, કોરોનાએ સમગ્ર વિશ્વને બદલી નાખ્યુ છે. કોરોના માટેની વેકસીન અને ઇમ્યુનિટીથી પણ નિરાશા જોવામાં આવી રહી છે. હજુ પણ યોગ્ય કદમ નહીં લેવાય તો સ્થિતિ વણસી શકે છે. અને જનજીવન કયારેય સામાન્ય નહીં થાય તેવી ભીંતી જોવામાં આવી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews