Not Set/ શેરબજાર થયું કકડભૂસ, સેન્સેક્સમાં પડ્યો ૭૦૦ પોઈન્ટનો કડાકો

મુંબઈ, દુનિયાભરના બજારોમાં ચાલી રહેલી વેચાવલીની અસરના કારણે શુક્રવારે ભારતીય શેરબજારોમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટની આ અસરના કારણે શેરબજારોમાં વેચાવલી વધી ગઈ હતી અને તેની સીધી અસર સેન્સેક્સ અને નિફ્ટી પર પડી છે. શુક્રવારે માર્કેટની શરૂઆત થયા બાદ ૩ વાગ્યા સુધીમાં સેન્સેક્સમાં ૭૦૦ પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે અને હાલ […]

Top Stories Trending Business
657743 sensexdown900 1 શેરબજાર થયું કકડભૂસ, સેન્સેક્સમાં પડ્યો ૭૦૦ પોઈન્ટનો કડાકો

મુંબઈ,

દુનિયાભરના બજારોમાં ચાલી રહેલી વેચાવલીની અસરના કારણે શુક્રવારે ભારતીય શેરબજારોમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટની આ અસરના કારણે શેરબજારોમાં વેચાવલી વધી ગઈ હતી અને તેની સીધી અસર સેન્સેક્સ અને નિફ્ટી પર પડી છે.

Sensex BSE 2017 1 1 1.jpg?zoom=0 શેરબજાર થયું કકડભૂસ, સેન્સેક્સમાં પડ્યો ૭૦૦ પોઈન્ટનો કડાકો

શુક્રવારે માર્કેટની શરૂઆત થયા બાદ ૩ વાગ્યા સુધીમાં સેન્સેક્સમાં ૭૦૦ પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે અને હાલ ૩૫,૭૨૫.૦૯ના સ્તર પર છે. જયારે નિફ્ટી પણ ૨૦૦ પોઈન્ટના કડાકા સાથે ૧૦,૭૫૦ના સ્તર પર પહોચ્યું છે.

શેરબજારમાં આ છે મુખ્ય કારણ

હકીકતમાં, ગ્લોબલ માર્કેટમાં જોવા મળેલી વેચાવલીની અસરના કારણે ડોમેસ્ટિક માર્કેટમાં રોકાણકારોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ જ કારણ હતું કે, વેપારમાં તેઓ એલર્ટ રહ્યા હતા.

જો કે ગુરુવારે માર્કેટ બંધ થવાના સમયે સેન્સેક્સ ૫૩ પોઈન્ટ તૂટીને ૩૬,૪૩૨ના સ્તર પર જયારે નિફ્ટી પણ ૮ પોઈન્ટ ઘટીને ૧૦,૯૫૯ પોઈન્ટ પર બંધ થયો હતો.