Not Set/ #કોરોના સામે અડીખમ અમરેલીમાં ખુલ્લી દુકાનો, અમરેલી શહેર આજથી ફરી થયું ધમધમતું

અમરેલી જિલ્લામાં કોરોના વાયરસનો એક પણ કેસ નથી એવામાં સરકાર દ્વારા જિલ્લાને ગ્રીન જોનમાં મુકવામાં આવ્યો છે. ત્યારે કેટલાય દિવસોના વિરામબાદ દુકાન દારોને આજે પોતાની દુકાનો ખોલી હતી.. તંત્ર સાથેની મિટિંગમાં નક્કી થયેલ શરતોને આધીન ઓડ અને ઇવનની રીત મુજબ દુકાનદારો દ્વારા દુકાનો ખોલવામાં આવી હતી. જેથી શહેરમાં લોકોની ચહેલ પહેલ પણ જોવા મળી હતી. […]

Gujarat Others
032bc17f7e02c3398abbfc72fa33cd6f #કોરોના સામે અડીખમ અમરેલીમાં ખુલ્લી દુકાનો, અમરેલી શહેર આજથી ફરી થયું ધમધમતું

અમરેલી જિલ્લામાં કોરોના વાયરસનો એક પણ કેસ નથી એવામાં સરકાર દ્વારા જિલ્લાને ગ્રીન જોનમાં મુકવામાં આવ્યો છે. ત્યારે કેટલાય દિવસોના વિરામબાદ દુકાન દારોને આજે પોતાની દુકાનો ખોલી હતી.. તંત્ર સાથેની મિટિંગમાં નક્કી થયેલ શરતોને આધીન ઓડ અને ઇવનની રીત મુજબ દુકાનદારો દ્વારા દુકાનો ખોલવામાં આવી હતી. જેથી શહેરમાં લોકોની ચહેલ પહેલ પણ જોવા મળી હતી. ત્યારે શું અમરેલી શહેરની સ્થિતિ કઇંક આ પ્રમાણની જોવામા આવી હતી.  

કેટલાય સમયના વિરામ બાદ વેપારીઓના દુકાનના શટર ખુલ્યા હતા અને વેપારીઓ પણ દુકાનો ખુલતા જ દુકાનોમાં ધંધા રોજગારીના શ્રી ગણેશ કર્યા હતા. જેથી દુકાન દારોમાં ખુશી જોવા મળી હતી. જોકે કોરોના વાયરસના ભયમાં દુકાન ખોલવા અને દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અંગે પણ વેપારીઓ મૂંઝવણમાં જોવા મળ્યા હતા..

કોરોના સામેની લડાઈમાં અમરેલી અડગ રીતે ટકી રહ્યું છે. અત્યાર સુધીમાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. જેથી ગ્રીન જોનમાં અમરેલી જિલ્લાને છૂટછાટ મળતા અમરેલી શહેર આજથી ધમધમતું થયું છે. છૂટછાટ મળ્યાના એક દિવસ એટલે કે ગઈ કાલે વેપારી એસોશિયાએશન દ્વારા પોતાની દુકાનો બંધ રાખવામાં આવી હતી. પરંતુ વેપારીઓની તંત્ર સાથે થયેલી મિટિંગમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તેવી શરતો સાથે અમરેલીના વેપારીઓએ નિર્ણય લઈને ઓડ અને ઇવનની રીત મુજબ આજથી દુકાનો શરૂ કરવામાં આવી હતી.

શહેરમાં કેટલીક દુકાનો આજે ખુલી ચુકી હતી. દુકાનો શરૂ થતાની સાથે જ શહેરમાં લોકોની પણ ચહેલ પહેલ જોવા મળી હતી. વસ્તુઓની ખરીદી કરવા માટે લોકો બજારોમાં નીકળ્યા હતા. જો કે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવા પણ પ્રયત્નો વેપારીઓ અને તંત્ર દ્વારા કરાવવામાં આવી રહ્યા છે. શહેરના દુકાનદારો સવારના સાત વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી વેપારીઓ દુકાનો ખુલી રાખી શકશે. ત્યારે પોલીસ પણ આ વિસ્તારમાં સતત એલર્ટ જોવા મળી રહી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન