Not Set/ ક્રિકેટ ફેન માટે આવ્યા ખરાબ સમાચાર, ICC એ વધુ એક ટૂર્નામેન્ટ કરી મુલતવી

  સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. ત્યારે આ મહામારીની અસર ક્રિકેટનાં ટૂર્નામેન્ટમાં પણ જોવા મળી રહી છે. ટી-20 વર્લ્ડ કપ રદ્દ કરાયા બાદ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ કોરોના વાયરસ રોગચાળાને કારણે આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ચેલેન્જ લીગ એ ની બીજી ટૂર્નામેન્ટ મુલતવી રાખવાની ઘોષણા કરી હતી. આઈસીસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, […]

Uncategorized
b21ccbf6418e77fcb3b299923912bf6e ક્રિકેટ ફેન માટે આવ્યા ખરાબ સમાચાર, ICC એ વધુ એક ટૂર્નામેન્ટ કરી મુલતવી
 

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે. ત્યારે આ મહામારીની અસર ક્રિકેટનાં ટૂર્નામેન્ટમાં પણ જોવા મળી રહી છે. ટી-20 વર્લ્ડ કપ રદ્દ કરાયા બાદ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ કોરોના વાયરસ રોગચાળાને કારણે આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ચેલેન્જ લીગ એ ની બીજી ટૂર્નામેન્ટ મુલતવી રાખવાની ઘોષણા કરી હતી.

આઈસીસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ત્રણ ચેલેન્જ લીગ એ ટૂર્નામેન્ટ્સાથી બીજી ટૂર્નામેન્ટ પહેલા માર્ચમાં યોજાવાની હતી, પરંતુ કોવિડ-19 રોગચાળાને કારણે 30 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી મલેશિયામાં યોજવાનું નક્કી કરાયું હતું. આઇસીસીની તમામ ટૂર્નામેન્ટ્સમાં વ્યાપક આકસ્તિમ નિયોજન પ્રક્રિયાનાં રૂપણાં અને સભ્યો અને સંબંધિત સરકાર અને સાર્વજનિક આરોગ્ય અધિકારીઓ સાથે પરામર્શ કર્યા બાદ આ કાર્યક્રમને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેનેડા, ડેનમાર્ક, મલેશિયા, કતાર, સિંગાપોર અને વેનુઆતુને ચેલેન્જ લીગ એ ટેબલમાં પોઇન્ટ અને સ્થાન મેળવવા માટે 15 લિસ્ટ એ મેચ રમવાની હતી. કેનેડા હાલમાં આઠ પોઇન્ટ સાથે રન રેટની દ્રષ્ટિએ સિંગાપોરથી આગળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.