Not Set/ ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટ દ્વારા શિક્ષિકા વિરુદ્ધ ખંડણીની માંગણી કરતી વળતી ફરિયાદ

સુરતનાં ચુની ગજેરા સામે શિક્ષિકાની છેડતીનાં મામલે શિક્ષિકા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવ્યાની સામે ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટ દ્વારા પણ ફરિયાદી  શિક્ષિકા સામે વળતો પ્રહાર કરતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. સામે સામે પોલીસ ફરિયાદો થવાનાં કારણે બહુચર્ચીત આ મામલો શહેરમાં હોટ ટોપીક બની જવા પામ્યો છે.  જી હા, શારીરીક છેડતીની શિક્ષિકા દ્વારા પોલીસ ફરિયાદ સામે ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટ દ્વારા શિક્ષિકા […]

Gujarat Others
fa3392569f889cf0a1ea99fcfdcdd1c0 ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટ દ્વારા શિક્ષિકા વિરુદ્ધ ખંડણીની માંગણી કરતી વળતી ફરિયાદ

સુરતનાં ચુની ગજેરા સામે શિક્ષિકાની છેડતીનાં મામલે શિક્ષિકા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવ્યાની સામે ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટ દ્વારા પણ ફરિયાદી  શિક્ષિકા સામે વળતો પ્રહાર કરતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. સામે સામે પોલીસ ફરિયાદો થવાનાં કારણે બહુચર્ચીત આ મામલો શહેરમાં હોટ ટોપીક બની જવા પામ્યો છે. 

જી હા, શારીરીક છેડતીની શિક્ષિકા દ્વારા પોલીસ ફરિયાદ સામે ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટ દ્વારા શિક્ષિકા વિરુદ્ધ ખંડણીની માંગણી કરવામાં આવી હોવાનાં મુદ્દે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં શિક્ષિકા દ્વારા 11 લાખ પડાવી લીધા હોવાની સાથે સાથે શિક્ષિકાએ 11 લાખ લીધા બાદ વધુ 5 લાખની માંગ કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટ દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, શિક્ષિકાને જ્યારે શાળામાંથી છુટા કરાયા ત્યારે 11 લાખ આપ્યા હતા. વધુ પાંચ લાખ માંગતા અને તે 5 લાખ નહીં આપતા શિક્ષિકાએ આવી ફરિયાદ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હોય, પોલીસ આ મામલે વધુ તપાસમાં લાગી ગઇ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews