Not Set/ ગાંધીનગર/ 70 થી વધુ હોસ્પિટલો ફાયર સેફટી વગર ધમધમી રહી છે

  અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ માં 8 દર્દી ઓ ના કરુણ મોત બાદ રાજ્ય સરકાર હરકત માં આવી છે. અમદાવાદની જેમ ગાંધીનગરમાં આવી ગોઝારી ઘટના ના બને તે માટે ગાંધીનગર ફાયર વિભાગ અને તંત્ર એક્શન મોડ માં આવ્યા છે. ગાંધીનગર ની વાત કરીએ તો 1 સિવિલ હોસ્પિટલ, 2 આસ્કા હોસ્પિટલ, 3 કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ, […]

Uncategorized
3c21fa272c11434e5c583073f1027803 ગાંધીનગર/ 70 થી વધુ હોસ્પિટલો ફાયર સેફટી વગર ધમધમી રહી છે
 

અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ માં 8 દર્દી ઓ ના કરુણ મોત બાદ રાજ્ય સરકાર હરકત માં આવી છે. અમદાવાદની જેમ ગાંધીનગરમાં આવી ગોઝારી ઘટના ના બને તે માટે ગાંધીનગર ફાયર વિભાગ અને તંત્ર એક્શન મોડ માં આવ્યા છે.

ગાંધીનગર ની વાત કરીએ તો 1 સિવિલ હોસ્પિટલ, 2 આસ્કા હોસ્પિટલ, 3 કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ, અને 4 એસ.એમ.વી.એસ. આ 4 મોટી હોસ્પિટલ આવેલી છે જેમાં સિવિલ હોસ્પિટલમાં 1 ફાયર અધિકારી સહિત 3 કર્મચારી નો સ્ટાફ રાખવામાં આવ્યો છે. જે થી કોઈ ઘટના બને તો ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં એ કર્મચારીઓ ઘટના ને કાબુ માં લઇ શકે.

આ પણ વાંચો : ગુજરાત/ 8 વિધાનસભાની પેટાચૂંટણી રોકવા જાહેરહિતની અરજી મામલે HC એ કહ્યું,…

ફાયર અધિકારી ના જણાવ્યા અનુસાર એમની પાસે માત્ર ચેકીંગ કરવાની અને ફાયરની પરમિશ આપવાની સત્તા છે. પરંતુ ગેરકાયદેસર હોસ્પિટલ ને સિલ કરવાની સત્તા ના હોઈ તેઓ મજબૂર છે. ફાયર વિભાગે ઘણી વખત તંત્ર ને જાણ કરવા છતાં હજુ સુધી ગેરકાયદેસર હોસ્પિટલો પર કોઈ કાર્યવાહી થઈ નથી.

વિરેન મેહતા : મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.