Not Set/ Viral Video/ યુવતીએ પૂલમાં મારી એવી છલાંગ, માથા પરથી ઉડી ગયા બાલ

  કેટલીકવાર એવું બને છે કે આપણે કોઈ ચોક્કસ ક્ષણ રેકોર્ડ કરી રહ્યા હોઇએ છીએ પરંતુ કંઈક એવું થાય છે કે તે જોઇને લોકો હસવા લાગે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા સ્વિમિંગ પૂલમાં કૂદી પડે છે પરંતુ તે […]

Videos
71f51db86c03124038e9c8f2f6b16b62 Viral Video/ યુવતીએ પૂલમાં મારી એવી છલાંગ, માથા પરથી ઉડી ગયા બાલ
 

કેટલીકવાર એવું બને છે કે આપણે કોઈ ચોક્કસ ક્ષણ રેકોર્ડ કરી રહ્યા હોઇએ છીએ પરંતુ કંઈક એવું થાય છે કે તે જોઇને લોકો હસવા લાગે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા સ્વિમિંગ પૂલમાં કૂદી પડે છે પરંતુ તે પછી તેના નકલી વાળ તેના માથા પરથી નીચે પડી જાય છે. જણાવી દઇએ કે, તે મહિલાએ વિગ પહેરી હોય છે.

આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટનાથી યુવતી શરમનો અનુભવ કરતી જોવા મળે છે અને મોડે સુધી સ્વિમિંગ પૂલ છોડતી નથી. આ વાયરલ વીડિયો જ્યોર્જિયાનો હોવાનુ સામે આવી રહ્યુ છે, જ્યાં છોકરીઓનું એક ગ્રુપ મનોરંજન માટે સ્વિમિંગ પૂલમાં નહાવા પહોંચ્યુ હતું. આ ટ્રિપ ત્યારે યાદગાર બની ગઇ જ્યારે તેમની એક મિત્ર સ્નાન કરવા સ્વિમિંગ પૂલમાં છલાંગ લગાવી હતી. વીડિયોમાં દેખાઇ રહેલી છોકરીએ જેવો પૂલમાં સમરસોલ્ટ માર્યો કે ઝટકા સાથે તેની વિગ માથા પરથી અલગ થઇ ગઇ. યુવતીનાં મિત્રોએ તેનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો અને લખ્યું, “અમે તેને આમ કરવાની મનાઈ કરી હતી પરંતુ તેણે અમારી વાત સાંભળી નહીં.”

વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, યુવતી પૂલમાં કૂદવાની તૈયારી કરી રહી છે, પરંતુ જેવુ તે સમરસોલ્ટ મારે છે તેવી જ તેની વિગ હવામાં ઉડી જાય છે. આ દૃશ્ય જોઈને આસપાસનાં લોકો હસવાનું શરૂ કરી દે છે. આપને જણાવી દઈએ કે, વીડિયો 5 ઓગસ્ટ, 2020 નાં રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 4.5 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વળી, આ વીડિયો પર એક લાખથી વધુ લાઈક્સ, 30 હજારથી વધુ રિ-ટ્વિટ અને હજારો ટિપ્પણીઓ આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.