Not Set/ ગાંધીનગર : GIFT સીટીમાં લાગી આગ, 50 જેટલાં કર્મચારીઓ કરી રહ્યાં હતા કામ

ગાંધીનગરમાં ગિફ્ટ સીટીમાં ભીષણ આગ લાગી હતી. ગિફ્ટ સિટીની જૂની બિલ્ડિંગમાં આવેલી એડમિન વિંગમાં આ આગ લાગી હતી. આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો..બિલ્ડિંગમાં આગ લાગી તે સમયે ત્યાં 50 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. આગ લાગતા તેઓ તરત જ બિલ્ડિંગની બહાર દોડી આવ્યા હતા. જેથી જાનહાની ટળી છે  પરંતુ આગ લાગવાથી ઓફિસની અંદરનું […]

Gujarat
gift city fire 1 15178227 ગાંધીનગર : GIFT સીટીમાં લાગી આગ, 50 જેટલાં કર્મચારીઓ કરી રહ્યાં હતા કામ

ગાંધીનગરમાં ગિફ્ટ સીટીમાં ભીષણ આગ લાગી હતી. ગિફ્ટ સિટીની જૂની બિલ્ડિંગમાં આવેલી એડમિન વિંગમાં આ આગ લાગી હતી. આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો..બિલ્ડિંગમાં આગ લાગી તે સમયે ત્યાં 50 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા હતા.

આઇએફએસસી – ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓફિસમાં આગ લાગી છે

આગ લાગતા તેઓ તરત જ બિલ્ડિંગની બહાર દોડી આવ્યા હતા. જેથી જાનહાની ટળી છે  પરંતુ આગ લાગવાથી ઓફિસની અંદરનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું છે. ઘટના અંગે જાણ કરાતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

આગથી મોટું આર્થિક નુકસાન થવાની સંભાવના છે

પરંતુ આગ વધુ ભીષણ હોવાથી અમદાવાદ અને કલોકના ફાયર વિભાગને પણ બોલાવામાં આવ્યા હતા. અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આગ ક્યા કારણોસર લાગી જે જાણવા મળ્યું નથી.

gift cityww ગાંધીનગર : GIFT સીટીમાં લાગી આગ, 50 જેટલાં કર્મચારીઓ કરી રહ્યાં હતા કામ