સુરત/ ગુજરાતની આ ડેરીમાં હવે બનશે પ્રથમ આઇસ્ક્રીમ કોન મેકિંગ પ્લાન્ટ

પારડી ખાતે સુમુલ ડેરી ગુજરાતનો પ્રથમ કોન મેકિંગ પ્લાન્ટ સ્થાપશે. 125 કરોડના ખર્ચે સુમુલ ડેરી આઈસ્ક્રીમનો પ્લાન્ટ સ્થાપશે. આઈસ્ક્રીમ અને કોન પ્લાન્ટનું ખાતમુહૂર્ત C.R પાટીલ કરશે.

Gujarat Surat
Screenshot 2022 06 06 100218 2 9 ગુજરાતની આ ડેરીમાં હવે બનશે પ્રથમ આઇસ્ક્રીમ કોન મેકિંગ પ્લાન્ટ

ગુજરાત રાજયમાં ડેરી ઉદ્યોગ ઘણો વિકસ્યો છે. અને તેમાં નિત નવા સંશોધનો સામે  આવી રહ્યા છે. તો સાથે સાથે ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળ્યું છે. ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલો સૌથી મોટો ઉદ્યોગ એટ્લે આઇસ્ક્રીમ અને તેની સાથે વપરાતા કોન છે. અહેવ ગુજરાતનાં સુરતમાં માં આવેલી સુમુલ ડેરી કોન મેકિંગ પ્લાન્ટ નાખવા જઇ રહી છે.

સુમુલ ડેરી દ્વારા રાજ્યમાં આઈસ્ક્રીમ પ્લાન્ટ નાખવાનું આયોજન કરાયું છે. સાથે પારડી ખાતે સુમુલ ડેરી ગુજરાતનો પ્રથમ કોન મેકિંગ પ્લાન્ટ સ્થાપશે. 125 કરોડના ખર્ચે સુમુલ ડેરી આઈસ્ક્રીમનો પ્લાન્ટ સ્થાપશે. આઈસ્ક્રીમ અને કોન પ્લાન્ટનું ખાતમુહૂર્ત C.R પાટીલ કરશે. આવતી કાલે બુધવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે સવારે 9.30 કલાકે આઈસ્ક્રીમ પ્લાન્ટનું ખાતમૂહુર્ત કરાશે.

સુમુલ ડેરી રોજ 3 લાખ કોનનું ઉત્પાદન કરશે

દેશભરમાં આઈસ્ક્રીમનું વેચાણ વધતા સુમુલ ડેરીએ આ યોજના બનાવી. કેન્દ્રની પ્રોડક્ટ લિંક ઇનસેન્ટિવ સ્કીમમાં મંજૂરી આપવામાં આવી. એક લાખ લીટર આઈસ્ક્રીમ સાથે રોજ 3 લાખ કોનનું સુમુલ ડેરી ઉત્પાદન કરશે. આઇસ્ક્રીમના પ્લાન્ટની ક્ષમતા 8 ડેરીના પ્લાન્ટ જેટલી છે. જણાવી દઇએ કે, પ્લાન્ટના ખાતમુહૂર્તમાં મંત્રી કનુ દેસાઈ, જગદીશ પંચાલ અને મુકેશ પટેલ હાજર રહેશે. MD આર.એસ. સોઢી પણ આ પ્લાન્ટમાં ઉપસ્થિત રહેશે.

સુમુલ ડેરી આઈસ્ક્રીમનું રોજિંદુ ઉત્પાદન 1 લાખ લીટર કરશે

વધુમાં જણાવી દઇએ કે, અમૂલ બ્રાન્ડથી બનતો આઈસ્ક્રીમ એ રિયલ મિલ્ક ફેટમાંથી બને છે. ત્યારે હાલમાં આઈસ્ક્રીમની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. પાર્ટી પેકથી લઈને કોન, કપ, કુલ્ફીની સાથે ચોકલેટ-બટરસ્કોચ કોનની માંગમાં પણ વધારો થયો છે. ત્યારે હવે આ માંગને પહોંચી વળવા માટે ગુજરાત કો. ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને સુરત સુમુલ ડેરીને પ્લાન્ટની ક્ષમતા વધારવા માટે પરવાનગી આપી છે. જેથી સુમુલ આઈસ્ક્રીમનું રોજિંદુ ઉત્પાદન 50,000 લિટરથી વધી 1 લાખ લીટર કરશે. 50 હજાર લીટર આઈસ્ક્રીમનું ઉત્પાદન વધારવા માટે સુમુલ ડેરી આ નવો પ્લાન્ટ ઉભો કરશે.