Not Set/ ગુજરાત ચુંટણીના બીજા તબક્કાનું મતદાન થયું શરૂ, સવાર ૧૦ વાગ્યા સુધી નોધાયું સરેરાશ ૯.૬ ટકા મતદાન

  ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની કુલ ૯૩ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. ૯૩ બેઠકો પર કુલ ૮૫૧ ઉમેદવારો મેદાને છે. ત્યારે આ તમામ ઉમેદવારોનું ભાવિ ૨.૨૨ કરોડ મતદાતાઓ આજે નક્કી કરશે. સવાર ૧૦ વાગ્યા સુધી સરેરાશ ૯.૬ ટકા મતદાન નોધાયું હતું. આ […]

Gujarat
poll11 121312060815 1 ગુજરાત ચુંટણીના બીજા તબક્કાનું મતદાન થયું શરૂ, સવાર ૧૦ વાગ્યા સુધી નોધાયું સરેરાશ ૯.૬ ટકા મતદાન

 

ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની કુલ ૯૩ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. ૯૩ બેઠકો પર કુલ ૮૫૧ ઉમેદવારો મેદાને છે. ત્યારે આ તમામ ઉમેદવારોનું ભાવિ ૨.૨૨ કરોડ મતદાતાઓ આજે નક્કી કરશે. સવાર ૧૦ વાગ્યા સુધી સરેરાશ ૯.૬ ટકા મતદાન નોધાયું હતું.

આ તબક્કામાં ભાજપ સરકારમાં ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય મંત્રી શંકર ચૌધરી, રાજ્યકક્ષાના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલ, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર સહિત અનેક દિગ્ગજ નેતાઓ મેદાને છે.

મહત્વનું છે કે, ૨૦૧૨માં ગુરુવારે યોજાનારી ૯૩ બેઠકોમાંથી ૫૩ બેઠકો ભાજપ જીત્યું હતું. જ્યારે કોંગ્રેસનો ૩૮ બેઠકો પર વિજય થયો હતો. તેમજ ૧-૧ બેઠક એનસીપી અને અપક્ષના ઉમેદવારોએ જીતી હતી.