Not Set/ ગુજરાત ના ૩૮ જળાશયો હાઈ એલેર્ટ જાહેર

રાજ્યભરમાં ભારે વરસાદ અને ઉપરવાસના ભારે વરસાદને કારણે રાજ્યના ૨૦૩ જળાશયો પૈકી ૩૮ જળાશયોને હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ૧૬ જળાશયોને એલર્ટ અને અન્ય ૧૪ જળાશયો માટે સામાન્ય ચેતવણી જાહેર કરાઇ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરની સપાટી ૧૧૮.૦૭ મીટરને પહોંચી ગઈ છે. વરસાદને કારણે ડેમમાં ૧૯,૫૭૩ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રાજ્યના ફ્લડ કંટ્રોલ […]

Gujarat
Narmada Floodingjpg ગુજરાત ના ૩૮ જળાશયો હાઈ એલેર્ટ જાહેર

રાજ્યભરમાં ભારે વરસાદ અને ઉપરવાસના ભારે વરસાદને કારણે રાજ્યના ૨૦૩ જળાશયો પૈકી ૩૮ જળાશયોને હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ૧૬ જળાશયોને એલર્ટ અને અન્ય ૧૪ જળાશયો માટે સામાન્ય ચેતવણી જાહેર કરાઇ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરની સપાટી ૧૧૮.૦૭ મીટરને પહોંચી ગઈ છે. વરસાદને કારણે ડેમમાં ૧૯,૫૭૩ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

રાજ્યના ફ્લડ કંટ્રોલ સેલના નાયબ કાર્યપાલક ઇજનેરના જણાવ્યા પ્રમાણે જે જળાશયો માટે હાઇ એલર્ટની ચેતવણી જાહેર કરાઇ છે તેમાં સૌરાષ્ટ્રના ૨૩, કચ્છના ચાર, મધ્ય ગુજરાતના ચાર અને દક્ષિણ ગુજરાતના એક ડેમનો સમાવેશ થાય છે.

  • ભરૂચ જિલ્લાનો ધોળી
  • દાહોદ જિલ્લાના મચ્છાનાલા, કબૂતરી, ઉમરીયા અને કાળી-ર
  • કચ્છના સાનંદ્રો, ફતેહગઢ, ગજણસર અને મિટ્ટી
  • અમરેલીનો વડીયા, જામનગરના સસોઇ, પુના, રૂપારેલ, સાપડા, વેરાડી અને વેરાડી-ર
  • દેવભૂમિ દ્વારકાના વર્તુ-૧, સોનમતી, કાબરકા અને મીનસર
  • પોરબંદરના સોરઠી
  • રાજકોટ જિલ્લાના લાલપરી, ખોડપીપર, ફાદંગબેટી, ઘેલો અને ધારી
  • મોરબી જિલ્લાના ડેમી-૧ અને બ્રાહ્મણી
  • સુરેન્દ્રનગર જિલ્લાના લીંમડી ભોગાવો-૧, મોરસાલ, સબુરી અને ત્રિવેણીથાંગા