Not Set/ ગુજરાત/ VVIP મોબાઈલ નંબર આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ સક્રિય, ત્રણ ઝડપાયા

ગુજરાતમાં લોકોને VVIP મોબાઈલ નંબર આપવાની લાલચ આપી છેતરપિંડી  કરતા ગેંગના ત્રણ લોકોની સાઇબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ લોકો મેસેજ કરી અલગ-અલગ VVIP નંબર મોકલી બેંક એકાઉન્ટમાં રૂપિયા લઈ મોબાઈલ બંધ કરી દેતા હતા. સાઇબર ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના જીગ્નેશ કારીયા, વિજય રાઠોડ અને પ્રશાંત જોશીની ધરપકડ કરી છે.એક ફરિયાદી ફરિયાદ કરી હતી કે તેમના મોબાઈલ […]

Ahmedabad Gujarat
a4d9db2f48b58445a78bb5103098bd9b ગુજરાત/ VVIP મોબાઈલ નંબર આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ સક્રિય, ત્રણ ઝડપાયા
a4d9db2f48b58445a78bb5103098bd9b ગુજરાત/ VVIP મોબાઈલ નંબર આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ સક્રિય, ત્રણ ઝડપાયા

ગુજરાતમાં લોકોને VVIP મોબાઈલ નંબર આપવાની લાલચ આપી છેતરપિંડી  કરતા ગેંગના ત્રણ લોકોની સાઇબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ લોકો મેસેજ કરી અલગ-અલગ VVIP નંબર મોકલી બેંક એકાઉન્ટમાં રૂપિયા લઈ મોબાઈલ બંધ કરી દેતા હતા. સાઇબર ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના જીગ્નેશ કારીયા, વિજય રાઠોડ અને પ્રશાંત જોશીની ધરપકડ કરી છે.
એક ફરિયાદી ફરિયાદ કરી હતી કે તેમના મોબાઈલ નંબર પર મેસેજ આવ્યો હતો અને જેમાં VVIP નંબર જોઈ તો હોય તો 50 હજાર ચૂકવવા પડશે અને સાથે સાથે 18 ટકા GST લાગશે તેવી વિગત હતી. જે બાદમાં ફરિયાદીએ રૂપિયા મોકલી આપ્યા હતા અને આરોપીઓ સામેથી ઇનવોઇસની નકલી કોપી પણ મોકલી આપી હતી.બાદમાં સિમકાર્ડ ઘરે ન આવતા ફરિયાદીએ ફોન કર્યો હતો ત્યારે તે નંબર બંધ આવી રહ્યો હતો. આ મામલે તપાસ કરતા ગુજરાતમાં મુખ્ય આરોપી જીગ્નેશ હોવાનું સામે આવ્યું છે.

જિગ્નેશ 2018 થી કૌભાંડમાં જોડાયેલો છે. તપાસમાં સામે આવ્યું છે કે મેસેજ કરવા જે હેડર બનવવામાં આવ્યું છે તે હરિયાણામાં બનેલું છે પરંતુ તે મુંબઈથી ઓપરેટ થઈ રહ્યું હતું. હાલ આ મામલે બે ફરિયાદ સામે આવી છે. પોલીસનું માનવું છે કે અનેક લોકો આ ગેંગના ભોગ બની ચુક્યા છે. હાલ પોલીસ અલગ અલગ એકાઉન્ટની પણ તપાસ કરી રહી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.