Not Set/ ગૃહમંત્રી અમિત શાહની મોતની પ્રાર્થના કરનારાઓને જે.પી.નડ્ડાએ લગાવી ફટકાર, જાણો શું કહ્યુ

ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ એકદમ ઠીક છે. તેમને કોઈ રોગ નથી. અમિત શાહનાં સ્વાસ્થ્ય અંગે ફેલાતી અફવાઓ અંગે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી અને કહ્યું હતું કે તેમના સ્વાસ્થ્ય વિશે સંવેદનશીલ ટિપ્પણી ખૂબ નિંદાત્મક છે. શનિવારે અમિત શાહનાં ટ્વિટ બાદ જેપી નડ્ડાએ કહ્યું કે, ગૃહમંત્રી અમિત શાહનાં સ્વાસ્થ્ય […]

India
522cda7e760bff865ce9c77b4482b686 1 ગૃહમંત્રી અમિત શાહની મોતની પ્રાર્થના કરનારાઓને જે.પી.નડ્ડાએ લગાવી ફટકાર, જાણો શું કહ્યુ

ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ એકદમ ઠીક છે. તેમને કોઈ રોગ નથી. અમિત શાહનાં સ્વાસ્થ્ય અંગે ફેલાતી અફવાઓ અંગે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી અને કહ્યું હતું કે તેમના સ્વાસ્થ્ય વિશે સંવેદનશીલ ટિપ્પણી ખૂબ નિંદાત્મક છે.

શનિવારે અમિત શાહનાં ટ્વિટ બાદ જેપી નડ્ડાએ કહ્યું કે, ગૃહમંત્રી અમિત શાહનાં સ્વાસ્થ્ય અંગે સંવેદનશીલ ટિપ્પણીઓ અત્યંત નિંદાત્મક છે. કોઈનાં સ્વાસ્થ્ય વિશે આવી ખોટી માહિતી ફેલાવવાથી આવા લોકોની માનસિકતા પ્રગટ થાય છે. હું આની નિંદા કરું છું અને આવા લોકોને બુદ્ધિ આપવા ભગવાનને પ્રાર્થના કરું છું. જણાવી દઈએ કે, આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ચાર લોકોને અટકાયતમાં લીધા છે. શનિવારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 4 લોકોની અટકાયત કરી હતી. જોકે, હજી સુધી તે સાબિત થયું નથી કે તેમણે આ પોસ્ટ બનાવી છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે આ પોસ્ટ આગળ ફોરવર્ડ કરી હતી. ક્રાઇમ બ્રાંચ દ્વારા અટકાયત કરાયેલા 4 લોકોમાં અમદાવાદનાં સરફરાઝ મેનન, ફિરોઝ પઠાણ, ભાવનગરનાં સજ્જાદ અલી અને સિરાજ હુસેન છે.

બીજી તરફ અમિત શાહે ટ્વીટ કર્યું છે કે, મારા સ્વાસ્થ્યની ચિંતા કરનારા બધાને મારો સંદેશ. છેલ્લા ઘણા દિવસોથી કેટલાક મિત્રોએ મારા સ્વાસ્થ્ય વિશે ઘણી ખોટી અફવાઓ સોશિયલ મીડિયા દ્વારા ફેલાવી છે. ઘણા લોકોએ ટ્વિટ કરીને મારા મૃત્યુ માટે પ્રાર્થના કરી છે. અમિત શાહે વધુમાં કહ્યું કે, ‘દેશ હાલમાં કોરોના વૈશ્વિક રોગચાળા સામે લડી રહ્યો છે અને દેશનાં ગૃહ પ્રધાન હોવાથી મોડી રાત સુધી મારા કામમાં વ્યસ્ત રહેવાને કારણે મેં આ બધા તરફ ધ્યાન આપ્યું નહીં. જ્યારે મારા ધ્યાનમાં આ વાત આવી, ત્યારે મેં વિચાર્યું કે આ બધા લોકો તેમના કાલ્પનિક વિચારોનો આનંદ લેતા રહે, તેથી મેં કોઈ સ્પષ્ટતા આપી નહી. તેમણે આગળ લખ્યું, ‘પરંતુ મારી પાર્ટીનાં લાખો કાર્યકરો અને મારા શુભચિંતકો છેલ્લા બે દિવસથી ઘણી ચિંતા વ્યક્ત કરી, હું તેમની ચિંતાને અવગણી શક્યો નહીં. તેથી, આજે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હું સંપૂર્ણ સ્વસ્થ છું અને મને કોઈ રોગ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.