Not Set/ ગૌતમ ગંભીરે મેજર ધ્યાનચંદને ભારત રત્ન આપવાની કરી માંગ, કહ્યું- તેમનાથી મહાન ખેલાડી નથી જન્મ્યા…

દર વર્ષે 29 ઓગસ્ટે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મદિવસ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે, ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને સાંસદ ગૌતમ ગંભીરએ મેજર ધ્યાનચંદને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ કરી છે.  સાથે સાથે ગંભીરે ધ્યાનચંદની પ્રશંસા કરતા કહ્યું છે કે તેમનાથી મોટા ખિલાડી ન તો જન્મ્યા છે અને ન તો જન્મશે. […]

Uncategorized
073646f7e7a823de72e831cbc1473312 1 ગૌતમ ગંભીરે મેજર ધ્યાનચંદને ભારત રત્ન આપવાની કરી માંગ, કહ્યું- તેમનાથી મહાન ખેલાડી નથી જન્મ્યા...

દર વર્ષે 29 ઓગસ્ટે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મદિવસ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે, ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને સાંસદ ગૌતમ ગંભીરએ મેજર ધ્યાનચંદને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ કરી છે.  સાથે સાથે ગંભીરે ધ્યાનચંદની પ્રશંસા કરતા કહ્યું છે કે તેમનાથી મોટા ખિલાડી ન તો જન્મ્યા છે અને ન તો જન્મશે.

ગૌતમ ગંભીરએ કહ્યું કે, “હિન્દુસ્તાનનાં ઇતિહાસમાં ધ્યાનચંદથી મોટા ખિલાડી ન તો જન્મ્યા છે અને ન તો જન્મશે.. તે દેશમાં ઘણા ગોલ્ડ મેડલ લાવ્યા હતા અને તે સમયે જ્યારે રમત એટલી લોકપ્રિય નહોતી. હું ઇચ્છું છું કે મેજર ધ્યાનચંદ જલ્દી જ  ભારત રત્ન મળે. તેનાથી સમગ્ર દેશ ખૂબ ખુશ થશે.
હોકીનાં જાદુગર

મેજર ધ્યાનચંદને હોકીનાં જાદુગર કહેવા પાછળનું કારણ તેનું મેદાન પર નું પ્રદર્શન છે. તેમણે વર્ષ 1928, 1932 અને 1936 માં ત્રણ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ ખેલાડીની સફળતાની વાર્તા અહીં સમાપ્ત થતી નથી. ધ્યાનચંદે તેમની કારકિર્દીમાં 400 થી વધુ ગોલ નોંધાવ્યા હતા. ભારત સરકારે 1956 માં ધ્યાનચંદને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા. આથી તેમના જન્મદિવસ એટલે કે 29 ઓગસ્ટ ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

મેજર ધ્યાનચંદને ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યો. વર્ષ 1956 માં તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ધ્યાનચંદે હોકીમાં એક રેકોર્ડ બનાવ્યો છે આજ સુધી કોઈ ખેલાડી ત્યાં સુધી પહોંચ્યો નથી. આ મહાન ખેલાડીની યાદમાં આજનો દિવસ રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.