Not Set/ ગ્રામ્ય ક્ષેત્રની તુલનાએ શહેરી વિસ્તારમાં બેકારી દર વધ્યો…

લોકડાઉન બાદ બેકારી દરમાં ઝડપથી ઘટાડો નોંધાયો હતો પરંતુ હવે તે ફરીવાર વધી રહી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી(CMIE) પ્રમાણે આ સમયે દેશમાં બેરોજગારી દર 7.93% થઈ ગયો છે. ગ્રામ્ય ક્ષેત્રની તુલનાએ શહેરી વિસ્તારમાં બેકારી દર વધારે છે. હાલના સમયે શહેરી વિસ્તારમાં બેરોજગારી દર 9.65% અને ગ્રામ્ય વિસ્તારમાં 7.13% થયો છે. શહેરોમાં જુલાઈ મહિનાના […]

Business
d37963fbf4c50d9c71ea6774e10089ea ગ્રામ્ય ક્ષેત્રની તુલનાએ શહેરી વિસ્તારમાં બેકારી દર વધ્યો...

લોકડાઉન બાદ બેકારી દરમાં ઝડપથી ઘટાડો નોંધાયો હતો પરંતુ હવે તે ફરીવાર વધી રહી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી(CMIE) પ્રમાણે આ સમયે દેશમાં બેરોજગારી દર 7.93% થઈ ગયો છે. ગ્રામ્ય ક્ષેત્રની તુલનાએ શહેરી વિસ્તારમાં બેકારી દર વધારે છે. હાલના સમયે શહેરી વિસ્તારમાં બેરોજગારી દર 9.65% અને ગ્રામ્ય વિસ્તારમાં 7.13% થયો છે. શહેરોમાં જુલાઈ મહિનાના અંત સુધીમાં બેરોજગારી દર 10% નજીક હતો. જેમાં થોડોક ઘટાડો આવ્યો હતો પરંતુ બેરોજગારી રાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર ઘટીને ફરીથી વધતી જોવા મળી રહી છે. આ આંકડાઓ પ્રમાણે રાજધાની દિલ્હીમાં બેરોજગારી દર 20.3% સુધી પહોંતી ગઈ છે એટલે કે અહીં દર પાંચમો વ્યક્તિ નોકરી શોધી રહ્યો છે અને હરિયાણાંમાં 24.5% બેરોજગારી નોંધાઈ છે એટલે કે, અહીં લગભગ દર ચોથો વ્યક્તિ નોંકરી શોધી રહ્યો છે.

પંજાબમાં પણ 10.4% લોકો પાસે કોઈ નોકરી નથી. અન્ય રાજ્યોની બેરોજગારીની સ્થિતિ CMIEના જુલાઈના આંકડાઓ પ્રમાણે બિહારમાં બેરોજગારી દર 12.2% છે તો ઉત્તરપ્રદેશમાં 5.5%, છત્તીગઢમાં 9%, ગોવામાં 17.1%, ગુજરાતમાં 1.9%, હિમાચલ પ્રદેશમાં 18.6%, જમ્મુ કાશ્મીરમાં 11.2%, ઝારખંડમાં 8.8%, ઉત્તરાખંડમાં 12.4%, પ.બંગાળમાં 6.8%, કેરળમાં 6.8%, મધ્યપ્રદેશમાં 3.6%, મહારાષ્ટ્રમાં 4.4%, ઓડિશામાં 1.9%, પોંડિચેરીમાં 21.1%, રાજસ્થાનમાં 15.2%, તમિલનાડૂમાં 8.1%, તેલંગણામાં 9.1% અને ત્રિપુરામાં 16.1% લોકો બેરોજગાર છે. કૌશલ્ય વિકાસના દાવા કેટલા સાચા છે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિક મંત્રાલય પણ લોકોને કુશળતા અને રોજગાર પૂરા પાડવા પ્રયત્નો કરી રહ્યું છે, પરંતુ સીએમઆઈઇ તરફથી મળેલો ડેટા આ સાથે સુસંગત લાગતો નથી. કૌશલ્ય વિકાસ અને ઉદ્યમ મંત્રાલય તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, લાખો યુવાનોને તેમના તમામ કેન્દ્રો દ્વારા કાર્યક્ષમ બનાવવામાં આવી રહ્યા છે. જન શિક્ષણ સંસ્થા યોજના અંતર્ગત 2019-20માં 4.10 લાખ લોકોને તાલીમ આપવામાં આવી છે. કૃષિ ક્ષેત્રમાં રોજગાર વધારવા માટે 3.42 લાખ લોકોને ખાસ કૃષિ પદ્ધતિઓ શીખવવામાં આવી છે. દેશમાં આઈટીઆઈ સંસ્થાઓની સંખ્યા લગભગ 15 હજાર પર પહોંચી ગઈ છે. તેની પાસે છેલ્લા પાંચ વર્ષમાં 5000 આઇટીઆઇ સંસ્થાઓ સ્થાપિત છે.
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.