Not Set/ ચહેરાને કદરૂપા બનાવતા ખીલ માટે અકસીર ઇલાઝ છે ટમેટાનું ફેસ પેક

શું તમને કેટલાક દિવસોથી લાગી રહ્યું છે કે, તમારી ત્વચા સુકી, બેજાન અને થાકેલી દેખાઈ રહી છે. ભલે તમે ગમે તેટલી બજારુ ક્રીમ લગાવી લો, પરંતુ તો પણ ત્વચા નિસ્તેજ જ દેખાય છે તો ટામેટું તેના માટે અકસીર ઉપાય બની શકે છે. પહેલાનાં જમાનામાં લોકો પ્રાકૃતિક ચીજોનો ઉપયોગ કરીને ચહેરાને નીખારતા હતા, જેનાથી તેમની ત્વચા […]

Health & Fitness
Tomato Face ચહેરાને કદરૂપા બનાવતા ખીલ માટે અકસીર ઇલાઝ છે ટમેટાનું ફેસ પેક

શું તમને કેટલાક દિવસોથી લાગી રહ્યું છે કે, તમારી ત્વચા સુકી, બેજાન અને થાકેલી દેખાઈ રહી છે. ભલે તમે ગમે તેટલી બજારુ ક્રીમ લગાવી લો, પરંતુ તો પણ ત્વચા નિસ્તેજ જ દેખાય છે તો ટામેટું તેના માટે અકસીર ઉપાય બની શકે છે.

પહેલાનાં જમાનામાં લોકો પ્રાકૃતિક ચીજોનો ઉપયોગ કરીને ચહેરાને નીખારતા હતા, જેનાથી તેમની ત્વચા હંમેશા સ્વસ્થ રહેતી હતી. ચાલો જાણીએ કે, આ ફેસ પેક ને બનાવવા માટે શું કરવું જોઈએ.

સામગ્રી:
૨ ચમચી ચંદન
૧ ચમચી ટામેટાનો રસ
૧ ચમચી ગુલાબજળ

બનાવવાની રીત:
એક બાઉલમાં બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો. પેસ્ટ બની જાય પછી તેને ચહેરા પર લગાવો. ૧૫-૨૦ મિનીટ સુધી તેને ચહેરા પર લગાવેલું રહેવા દો. સુકાઈ જાય પછી તેને ઠંડા પાણી વડે ધોઈ લો. નિયમિત રૂપથી આ Face Pack નો ઉપયોગ કરવાથી તમારો ચહેરો બેડાઘ, ગોરો અને સુંદર બની જશે. આવો જોઈએ તેનાથી થતા ફાયદા વિશે…

ટમેટામાં ટેનીન નામનું તત્વ હોય છે જે ચહેરા પરનું ટેનિંગ દૂર કરે છે અને ચહેરા ને ગોરાપણુ પ્રદાન કરે છે. તે સાથે ચંદન પાઉડર ચહેરા પરથી ડાઘ ઘ્બ્બા દૂર કરવા માટે કામ કરે છે. ટમેટું અને ચંદન પાઉડર ભેળવીને લગાવવાથી ત્વચાની અંદર મળી આવતા મીલેનીન પિગમેન્ટેશન લેવલ ઓછું છે. જેનાથી ચહેરો ગોરો બનાવે છે. ટમેટાના રસમાં મળી આવતા વિટામીન સી અને ચંદન પાઉડરમાં એંટીબેક્ટેરિયલ ગુણ, બંને જ મળીને ખીલ પેદા કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે. તેનાથી ત્વચા એકદમ સાફ બની જાય છે.

ટમેટું અને ચંદનના પાઉડરનું મિશ્રણ લગાવવાથી ત્વચામાં કોલાજેનનું પ્રોડક્શન વધે છે, જેનાથી નવી કોશિકાઓ બને છે અને કસમએ પડતી કરચલીઓ દૂર થાય છે. ટમેટાની પેસ્ટમાં એક ચમચી મુલતાની માટીમાં ભેળવો અને આ પેસ્ટને ચહેરા પર લગાવીને ૧૫-૨૦ મિનીટ સુધી રહેવા દો. પછી પાણી વડે ચહેરો ધોઈ લો.