તમારા માટે/ શરીરમાં અચાનક પીડાદાયક દુઃખાવો ઉપાડવાનું કારણ, પથરી તો નથી ? જાણો તેના લક્ષણો અને કરો ઉપાય

શરીરમાં કેટલીક વખત અચાનક બહુ દુઃખાવો ઉપડે છે. આ દુઃખાવા સંભવત પથરીના કારણે પણ હોઈ શકે છે.  પથરીના કારણે શરીરમાં અચાનક પીડાદાયક દુઃખાવો ઉપડે છે જે બહુ અસહનીય હોય છે.

Trending Health & Fitness Lifestyle
YouTube Thumbnail 2024 03 04T162121.703 શરીરમાં અચાનક પીડાદાયક દુઃખાવો ઉપાડવાનું કારણ, પથરી તો નથી ? જાણો તેના લક્ષણો અને કરો ઉપાય

શરીરમાં કેટલીક વખત અચાનક બહુ દુઃખાવો ઉપડે છે. આ દુઃખાવા સંભવત પથરીના કારણે પણ હોઈ શકે છે.  પથરીના કારણે શરીરમાં અચાનક પીડાદાયક દુઃખાવો ઉપડે છે જે બહુ અસહનીય હોય છે. પથરીના આ દુઃખાવાને ઓળખી તેનો યોગ્ય સમયે ઉપચાર કરવો જરૂરી છે. પથરીના કારણે લોકોમાં અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. શરીરમાં પથરીનું કદ વધવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ પેદા થઈ શકે છે. પ્રખ્યાત હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા મુજબ  પથરી એ કાંકરા જેવી સખત અને સ્ફટિકીય વસ્તુ છે. તે કિડની, પેશાબની નળી, સ્વાદુપિંડ, કાકડા, લાળ ગ્રંથીઓ અને પિત્તાશયમાં થઈ શકે છે.

ડોક્ટરના જણાવ્યા અનુસાર જો પથરીની યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો ભવિષ્યમાં દર્દીને ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સામાન્ય રીતે પથરીની સમસ્યા 30 થી 40 વર્ષમાં જોવા મળે છે. આજકાલ મોટાભાગના લોકો કિડનીમાં પથરીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

How to Pass a Kidney Stone in 24 Hours - Comprehensive Urology

પથરીના લક્ષણો

શરીરમાં કયારેક પાંસળીની નીચે, બાજુ અને પીઠમાં તીવ્ર દુખાવો થતો હોય અને આ દુઃખાવો પેટ અને પીઠના નીચેના ભાગમાં ફેલાતો હોય સાથે દુઃખાવામાં તીવ્રતામાં વધઘટ થતો હોય તો પથરી હોવાની સંભાવના વધુ છે. તેમજ પેશાબ થવામાં મુશ્કેલી થવી. પીરિયડ્સ દરમિયાન દુખાવો અથવા ગુલાબી, લાલ અથવા આછા સાધારણ કરતાં વધુ ઘાટો બ્લડ ફલો પસાર થતો હોય.  બ્રાઉન પેશાબ, દુર્ગંધયુક્ત પેશાબ, વારંવાર પેશાબ કરવાની જરૂર, સામાન્ય કરતાં વધુ વાર પેશાબ કરવો અથવા પેશાબ ઓછો જવો, ઉબકા અને ઉલટી થવી, જો ચેપ હોય તો તેમાં તાવ અને શરદી વગેરે લક્ષણો વારંવાર જોવા મળે તો શરીરમાં પથરી હોવાની શકયતા વધુ હોઈ શકે છે.

Are Some People at Higher Risk for Kidney Stones Than Others? - Associates in Nephrology, PC

પથરીના કારણો

પેશાબમાં રસાયણોનું વધુ પડતું પ્રમાણ, શરીરમાં મિનરલ્સની ઉણપ, ખરાબ ખાવાની ટેવ, શરીરનું વધુ પડતું વજન, કેટલાક રોગો, જંક ફૂડનું સેવન અને ઓછું પાણી પીવું એ કિડનીમાં પથરી થવાના મુખ્ય કારણો છે.  સામાન્ય રીતે કિડનીની પથરી ચાર પ્રકારની હોય છે, જેમાંથી કેલ્શિયમ પથરી અને યુરિક એસિડ પથરીના દર્દીઓની સંખ્યા વધુ હોય છે. કિડનીની પથરી તમારી મૂત્ર માર્ગના કોઈપણ ભાગને અસર કરી શકે છે. આ સિવાય વધુ પડતો આલ્કોહોલ, ધૂમ્રપાન, વધુ ચરબી અને પ્રોટીનયુક્ત ખોરાક ખાવાથી સ્વાદુપિંડમાં પથરી થઈ શકે છે. તદુપરાંત, લાળ ગ્રંથિના પથરી જે એક દુર્લભ પ્રકારની પથરી છે. આ પથરી ડિહાઈડ્રેશન, ખરાબ આહાર અને હાઈ બ્લડ પ્રેશરને કારણે થાય છે.

પથરી માટે ઉપચાર

હેલ્થ એક્સપર્ટના મતે મહિલાઓની સરખામણીમાં પુરુષો પથરીની સમસ્યાથી વધુ પીડાય છે.  દવાઓ ઉપરાંત, કિડનીની પથરી માટે ઘણા ઘરેલું ઉપચાર છે, જેના દ્વારા પથરીને દૂર કરી શકાય છે.પથરીની સારવાર તેના કદ અને દર્દીની અન્ય શારીરિક સ્થિતિઓ પર આધાર રાખે છે. જો કોઈ વ્યક્તિને કિડનીમાં પથરી હોય તો વધુ પ્રવાહી લેવું જોઈએ. આવી સ્થિતિમાં, દર્દીઓ માટે નવશેકું પાણી પીવું વધુ ફાયદાકારક હોઈ શકે છે. લાળ ગ્રંથિની પથરીની સારવાર માટે સિલેન્ડોસ્કોપી સર્જરીની પણ સલાહ આપવામાં આવી શકે છે. જો કે, કેટલીકવાર ડૉક્ટરો પથરીની સારવાર માટે શોક વેવ થેરાપીની પણ ભલામણ કરે છે. આવી સ્થિતિમાં, જો તમને પથરી સંબંધિત કોઈપણ પ્રકારનો દુખાવો થઈ રહ્યો હોય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ Anatn-Radhika Pre-Wedding Function/જરદોશી વર્કની ચાંદીની સાડી અને હીરાના Necklessમાં નીતા અંબાણીનો ‘જાજરમાન’ Look

આ પણ વાંચોઃ Delhi AAP Gov/મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ મહિલાઓને મોટી ભેટ,  કેજરીવાલ સરકારની ધોષણા ‘દર મહિને મહિલાઓને 1000 રૂપિયા મળશે’