Not Set/ ચીનમાં શરુ થયેલા ડોગ મીટ ફેસ્ટિવલ અંગે કાર્તિક આર્યને આપી પ્રતિક્રિયા, કહ્યું, દર વર્ષે તોડી…

ચીનના વુહાનથી કોરોના વાયરસ ફેલાયા બાદ ડોગ મીટ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. ચીનમાં દસ દિવસ સુધી ચાલેલો આ તહેવાર ખૂબ ધુમધામથી ઉજવવામાં આવે છે. આના પર બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યને તેના ડોગ સાથે એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેના દ્વારા તેણે દરેકને યુલિન ફેસ્ટિવલને રોકવા માટે વિનંતી કરી છે. કાર્તિક આર્યને ડોગી […]

Uncategorized
71854842b7ab151437b34d875ad39d64 ચીનમાં શરુ થયેલા ડોગ મીટ ફેસ્ટિવલ અંગે કાર્તિક આર્યને આપી પ્રતિક્રિયા, કહ્યું, દર વર્ષે તોડી...

ચીનના વુહાનથી કોરોના વાયરસ ફેલાયા બાદ ડોગ મીટ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. ચીનમાં દસ દિવસ સુધી ચાલેલો આ તહેવાર ખૂબ ધુમધામથી ઉજવવામાં આવે છે. આના પર બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યને તેના ડોગ સાથે એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેના દ્વારા તેણે દરેકને યુલિન ફેસ્ટિવલને રોકવા માટે વિનંતી કરી છે.

કાર્તિક આર્યને ડોગી સાથે એક ક્યૂટ તસ્વીર શેર કરતા લખ્યું, “દર વર્ષે દિલ તોડી દે છે, આ યુલિન તહેવાર છે. હેશટેગ સ્ટોપુલિન ‘. આ તસ્વીરમાં કાર્તિક આર્યન તેના 2 ડોગ સાથે જોવા મળી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે કાર્તિક આર્યન કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે અને ઘણીવાર તેની તસ્વીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતો રહે છે. કાર્તિક આર્યને લોકોને કોરોના વાયરસથી વાકેફ કરવા માટે ઘણા ગીતો અને રેપ વીડિયો પણ શેર કર્યા છે.

આ સાથે પીએમ કેયર્સ ફંડમાં કાર્તિકે પણ મોટો ફાળો આપ્યો છે. કાર્તિક આર્યનના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. ચીનના ડોગ મીટ ફેસ્ટિવલની વાત કરીએ તો આ તહેવાર 21 જૂનથી શરૂ થયો છે. જ્યારે કોરોના વાયરસ વિશે વાત કરવામાં આવે તો, કોરોના વાયરસની ઉત્પતિ ચીનના વુહાનથી થઈ હતી, તે આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. અહેવાલો અનુસાર, એક વ્યક્તિ દ્વારા ચામાંચીડી ખાવાથી  કોરોના પેદા થયો હતો, ત્યારબાદ ચેપ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાવા લાગ્યો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.