Not Set/ પાટણ/ કોર્પોરેટરનાં પતિ દ્વારા ભ્રષ્ટાચારનાં આક્ષેપો સાથે આત્મ વિલોપનનો કરાયો પ્રયાસ

પાટણ નગર પાલીકાનાં કોર્પોરેટનાં પતિએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. પાટણ કલેકટર કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાથી વાતાવરણમં થોડો સમય માટે તંગદીલી છવાઇ ગઇ હતી. કેરોસીન છાંટી આત્મવિલોપન કરવા જઈ રહેલા કોર્પોરેટનાં પતિએ લોકોએ પકડી લઇને બચાવી લીધા હતા.  ઘટના પાછળથી ઉઠી રહેલી હકીકતો જોતા સામે આવી રહ્યું છે કે, કોર્પોરેટનાં પતિએ આ પગલું ભરવા પાછળ પાટણ પાલીકાના પ્રમુખ સામે […]

Gujarat Others
f4ba026299362fe547d0dcf6da4a6daa પાટણ/ કોર્પોરેટરનાં પતિ દ્વારા ભ્રષ્ટાચારનાં આક્ષેપો સાથે આત્મ વિલોપનનો કરાયો પ્રયાસ

પાટણ નગર પાલીકાનાં કોર્પોરેટનાં પતિએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. પાટણ કલેકટર કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાથી વાતાવરણમં થોડો સમય માટે તંગદીલી છવાઇ ગઇ હતી. કેરોસીન છાંટી આત્મવિલોપન કરવા જઈ રહેલા કોર્પોરેટનાં પતિએ લોકોએ પકડી લઇને બચાવી લીધા હતા. 

ઘટના પાછળથી ઉઠી રહેલી હકીકતો જોતા સામે આવી રહ્યું છે કે, કોર્પોરેટનાં પતિએ આ પગલું ભરવા પાછળ પાટણ પાલીકાના પ્રમુખ સામે ભ્રષ્ટાચારની લેખીતમાં રજુઆત કરી હતી, પરંતુ તેમની ફરિયાદ સાભળવામાં ન આવતા આવુ પગલું ભર્યું હતું.

જો કે, ઘટનાની જાણ થતા જ પાટણ પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મામલો થાડે પાડવાનો પ્રયાસ હાથ ધરી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની સાથે સાથે કોર્પોરેટરના પતિએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા તંત્ર પણ હરકત માં આવ્યું છે. ત્યારે ભ્રષ્ટાચારનો કહેવાતો આ મામલો આગળ વધશે કે દબાઇ જશે તે આવનાર સમય જ કહી શકે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews