Not Set/ છોટાઉદેપુર/ બોલેરો પિકઅપનો અકસ્માતમા, 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત

છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર તાલુકાના મોટી ટોકરી પાસે બોલેરો પિકઅપ પલટી મારતા 20 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી સજવા થી મોટી ટોકરી ખાતે બેસણામાંથી પરત ફરતી વખતે બોલેરો પિકઅપ પલટી મારતા 20 જેટલા લોકોને નાનો મોટી ઇજાઓ પહોચી ઘટનાની જાણ 108 ઇમરજન્સી સેવામા કરતા પાચ જેટલી  108  ઇમરજન્સી સેવા આપતી એમ્બ્યુલન્સનો ધમધમાટ જોવા મળ્યો […]

Gujarat Others
7b89f8d43a3f7ad1792c511d5ee19d61 છોટાઉદેપુર/ બોલેરો પિકઅપનો અકસ્માતમા, 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત

છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર તાલુકાના મોટી ટોકરી પાસે બોલેરો પિકઅપ પલટી મારતા 20 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી સજવા થી મોટી ટોકરી ખાતે બેસણામાંથી પરત ફરતી વખતે બોલેરો પિકઅપ પલટી મારતા 20 જેટલા લોકોને નાનો મોટી ઇજાઓ પહોચી ઘટનાની જાણ 108 ઇમરજન્સી સેવામા કરતા પાચ જેટલી  108  ઇમરજન્સી સેવા આપતી એમ્બ્યુલન્સનો ધમધમાટ જોવા મળ્યો હતો.

108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓએ ઇજાગ્રસ્તોને સ્થળ પર જ પ્રાથમીક સારવાર આપતા સરાહનીય કામગીરી જોવા મળી હતી અકસ્માત થયેલ બોલેરો પિકઅપમાં સવાર 12 ઇજાગ્રસ્તોને 108 દ્વારા કવાંટ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તથા 8 ઇજાગ્રસ્તોને  છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા બોલેરો પિકઅપ પલટી મારતા કોઈ જાનહાની ન થતા મોટી રાહત ના સમાચાર કહી શકાય.

પાવીજેતપુર તાલુકાના સજવા ગામ થી કવાંટ તાલુકાના મોટી ટોકરી ગામે બેસણામાં આવેલ ગ્રામજનો પરત પાછા ફરતા બોલેરો પીકપ ટેમ્પો પલટી ખાતા  છોટાઉદેપુર જિલ્લાની પાંચ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી આમ ટોટલ 20 દર્દીઓને નાની મોટી ઈજાઓ થતા 108 ઇમરજન્સી દ્વારા ઝડપથી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

સુલેમાન ખત્રી મંતવ્ય ન્યુઝ, બોડેલી છોટાઉદેપુર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન