Not Set/ જર્મનીનો મોટો ખુલાસો, કહ્યું – રશિયાનાં વિપક્ષી નેતા નવલનીનાં શરીરમાં નોવિચોક ઝેર મળ્યું

  જર્મન સરકારે બુધવારે કહ્યું હતું કે, રશિયન વિપક્ષી નેતા એલેક્સી નવાલની પર કરવામા આવેલા પરીક્ષણમાં સામે આવ્યુ કે, તેમને નોવિચોક કેમિકલ નર્વ એજન્ટ દ્વારા ઝેર આપવામાં આવ્યું હતું. જર્મનીએ આ મામલે રશિયા પાસેથી ખુલાસો માંગ્યો છે. સરકારનાં પ્રવક્તા સ્ટીફન સીબેરટે એક નિવેદનમાં કહ્યું, “આ એક આઘાતજનક ઘટના છે કે એલેક્સી નવલની રશિયામાં કેમિકલ નર્વ […]

World
cfab2202296d9ecbeb56d23f518781dd જર્મનીનો મોટો ખુલાસો, કહ્યું - રશિયાનાં વિપક્ષી નેતા નવલનીનાં શરીરમાં નોવિચોક ઝેર મળ્યું
 

જર્મન સરકારે બુધવારે કહ્યું હતું કે, રશિયન વિપક્ષી નેતા એલેક્સી નવાલની પર કરવામા આવેલા પરીક્ષણમાં સામે આવ્યુ કે, તેમને નોવિચોક કેમિકલ નર્વ એજન્ટ દ્વારા ઝેર આપવામાં આવ્યું હતું. જર્મનીએ આ મામલે રશિયા પાસેથી ખુલાસો માંગ્યો છે. સરકારનાં પ્રવક્તા સ્ટીફન સીબેરટે એક નિવેદનમાં કહ્યું, “આ એક આઘાતજનક ઘટના છે કે એલેક્સી નવલની રશિયામાં કેમિકલ નર્વ એજન્ટનાં હુમલાનો ભોગ બન્યા હતા.” “સરકાર આ હુમલાની નિંદા કરે છે. રશિયન સરકારને આ ઘટના અંગે સ્પષ્ટતા કરવા વિનંતી કરવામાં આવી છે.”

જર્મન આર્મી દ્વારા બર્લિનની ચેરિટ્સ હોસ્પિટલની સલાહ સાથે હાથ ધરવામાં આવેલા પરીક્ષણોમાં, જ્યાં નવલનીની સારવાર કરવામાં આવી રહી છે, તેમાં “નોવિચોક પરિવારનાં એક રાસાયણિક નર્વ એજન્ટનાં પુરાવા” મળ્યાં છે. ગત મહિને સાઇબેરિયામાં વિમાનમાં સવાર થયા બાદ 44 વર્ષીય નવલની બીમાર પડી ગયા હતા. સારવાર માટે બર્લિન જતા પહેલા તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ચેરિટ હોસ્પિટલે નવલનીની સ્થિતિમાં “થોડો સુધારો” હોવાની સુચના આપી છે પરંતુ તે હજી પણ કોમામાં છે અને વેન્ટિલેટર પર છે. આ કેસ બ્રિટનમાં ક્રેમલિનને લગતી ઝેરની બે ઘટનાઓ સાથે જોડવામાં આવી રહ્યો છે. 2006 માં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લંડનમાં ભૂતપૂર્વ કેજીબી એજન્ટ એલેક્ઝાંડર લિટ્વિનેન્કોને ઝેર આપવાના મામલે દોષી ઠેરવવામાં આવ્યા હતા. 2018 માં, ક્રેમલિન ઉપર, નોવિચોક નર્વ એજન્ટનો ઉપયોગ કરીને, દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લેન્ડનાં સેલિસબરીમાં, સર્ગેઈ સ્ક્રીપાલની હત્યા કરવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. જર્મન સરકારે કહ્યું કે, તે નાટો અને યુરોપિયન યુનિયનનાં સાથીઓને જાણ કરશે અને આ કેસ માટે સંયુક્ત પ્રતિક્રિયાનો પ્રયાસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.