Not Set/ જાણો અમદાવાદનાં કયા વિસ્તારના કોપોરેટર ચડ્યા કોરોનાની ઝપેટે, માતાનો પણ રિપોર્ટ પોઝીટિવ આવ્યો

ગુજરાતમાં કોરોનાનો સૌથી વધુ કહેર જો ક્યાંય જોવામાં આવતો હોય તો તે અમદાવાદ મહાનગર છે. અમદાવાદમાં તમામ પ્રકારનાં લોક સેવકો અને કોરોના સામેની લડાઇનાં ફ્રન્ટલાઇન ફાઇટર્સ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. અરે કોરોનાએ નેતાઓ અને સમાજ સેવકોને પણ છોડ્યા નથી. કોરોનાને કારણે અમદાવાદનાં કોંગ્રેસના કોર્પોરેટરનુ પૂર્વે મોત પણ નિપજી ચૂક્યું છે. તો એક ભાજપનાં સ્થાનીક નેતા પણ […]

Ahmedabad Gujarat
fb4474c82da4e680662110d6c7ed91b7 જાણો અમદાવાદનાં કયા વિસ્તારના કોપોરેટર ચડ્યા કોરોનાની ઝપેટે, માતાનો પણ રિપોર્ટ પોઝીટિવ આવ્યો
fb4474c82da4e680662110d6c7ed91b7 જાણો અમદાવાદનાં કયા વિસ્તારના કોપોરેટર ચડ્યા કોરોનાની ઝપેટે, માતાનો પણ રિપોર્ટ પોઝીટિવ આવ્યો

ગુજરાતમાં કોરોનાનો સૌથી વધુ કહેર જો ક્યાંય જોવામાં આવતો હોય તો તે અમદાવાદ મહાનગર છે. અમદાવાદમાં તમામ પ્રકારનાં લોક સેવકો અને કોરોના સામેની લડાઇનાં ફ્રન્ટલાઇન ફાઇટર્સ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. અરે કોરોનાએ નેતાઓ અને સમાજ સેવકોને પણ છોડ્યા નથી. કોરોનાને કારણે અમદાવાદનાં કોંગ્રેસના કોર્પોરેટરનુ પૂર્વે મોત પણ નિપજી ચૂક્યું છે. તો એક ભાજપનાં સ્થાનીક નેતા પણ કોરોનાનાં શિકાર બની ચૂક્યા છે, ત્યારે આજે ફરી અમદાવાદમા વધુ એક કોપોરેટરનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો હોવાનુ સામે આવી રહ્યું છે. 

જી હા, અમદાવાદનાં મણિનગર વોડના સતત લોક સેવાકીય પ્રવૃતીમાં કાર્યરત રહેતા રમેશભાઇ પટેલ તેમજ તેમના માતા શ્રીનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને હોસ્પિટલમા સારવાર માટે લઈ જવાની તજવીજ હાથ ધરાઈ છે. આ પહેલા તેમના પત્ની પણ કોરોના ની સારવાર શહેની એસ વી પી હોસ્પિટલમાં રહ્યા છે. તેવા સમયે તેમના પતિ એટલે કે,  મણિનગર વોર્ડના કોરપોરેટર પણ કોરોનાના સકંજામા આવી ગયા હોવાનુ સામે આવી રહ્યું છે. મણિનગરમાં નાગરિકો માટે સતત ઉકાળા તમામ સોસાયટી ઓમા સેનેટાઈઝ ની સાથે પરપ્રાંતિયોને વતન મોકલવાની સતત પ્રવુતિમાં કાર્યરત રહેલ સ્થાનિક કોરપોરેટરને અંતે કોરોનાની સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન