Not Set/ જાણો, ક્યારે ખુલ્લા મુકાશે અંબાજી મંદિરના દ્વાર, ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું…

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિરના દ્વાર બંધ રાખવામાં આવ્યા હતાં. ત્યારે ભાદરવા સુદ પૂર્ણિમા બુધવારે છે અને સામાન્ય રીતે આ દિવસે શક્તિપીઠ અંબાજી ખાતે ભવ્ય મેળો યોજાતો હોય છે. પરંતુ કોરોના મહામારીને લઈ આ વખતે મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યા છે. ઈતિહાસમાં પહેલીવાર શક્તિપીઠ અંબાજી ધામમાં માઈ ભક્તો વગર ભાદરવી પૂનમની સંપૂર્ણ […]

Gujarat Others
676db71c76ac0f2523c76f666ff2b8d0 જાણો, ક્યારે ખુલ્લા મુકાશે અંબાજી મંદિરના દ્વાર, ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું...

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિરના દ્વાર બંધ રાખવામાં આવ્યા હતાં. ત્યારે ભાદરવા સુદ પૂર્ણિમા બુધવારે છે અને સામાન્ય રીતે આ દિવસે શક્તિપીઠ અંબાજી ખાતે ભવ્ય મેળો યોજાતો હોય છે. પરંતુ કોરોના મહામારીને લઈ આ વખતે મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યા છે.

ઈતિહાસમાં પહેલીવાર શક્તિપીઠ અંબાજી ધામમાં માઈ ભક્તો વગર ભાદરવી પૂનમની સંપૂર્ણ સાદગીથી ઉજવણી થઈ રહી છે. દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં જગત જનની મા અંબાનાં દર્શન કરવા અંબાજીમાં 25 લાખ ભક્તો માના દરબારમાં પહોંચતા હોય છે.પરંતુ કોરોના મહામારીમાં આ વખતે ભાદરવી પૂનમનો મેળો ભરાયો નથી. અને ભક્તોને મા અંબાનાં દર્શન કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થઈ શક્યું નથી. 

શ્રી આરાસુરી અંબાજી મંદિરે એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, દર્શનાર્થીઓ માટે 24 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. કોરોના વાયરસથી જનજીવનનું રક્ષણ થાય તેવા આશયથી ચાચર ચોકમાં સહસ્ત્રચંડી મહાયજ્ઞા યોજાઈ રહ્યો છે. મંગળવારે છઠ્ઠા દિવસે માતાજીના લલીતાસહસ્ત્રનું પઠન-અર્ચન-હોમ કરાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.