Not Set/ જાણો 2018માં વિશ્વમાં કયાં આવી શકે છે મોટો, ભૂકંપ !

2018માં વિશ્વના ઘણા દેશોમાં ભયાનક ભૂકંપ આવી શકે છે. ભૂકંપ પર રિસર્ચ કરી રહેલ જિયોલૉજિકલ સોસાયટી ઑફ અમેરિકાના વૈજ્ઞાનિકોએ આ ચેતવણી આપી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, પૃથ્વીના ફરવાની ઝડપમાં ફેરફારો થઈ રહ્યા છે, જેના કારણે ભૂકંપ આવવાની શક્યતા છે. પૃથ્વીના ફરવાની ઝડપને ભૂકંપ સાથે સીધો સંબંધ છે. આ નિષ્કર્ષ અમેરિકાની યુનિવર્સિટી ઑફ કોલોરાડોના રોજર […]

Top Stories
d29c88abd7b5f9e5be629bc6b9004817 જાણો 2018માં વિશ્વમાં કયાં આવી શકે છે મોટો, ભૂકંપ !

2018માં વિશ્વના ઘણા દેશોમાં ભયાનક ભૂકંપ આવી શકે છે. ભૂકંપ પર રિસર્ચ કરી રહેલ જિયોલૉજિકલ સોસાયટી ઑફ અમેરિકાના વૈજ્ઞાનિકોએ આ ચેતવણી આપી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, પૃથ્વીના ફરવાની ઝડપમાં ફેરફારો થઈ રહ્યા છે, જેના કારણે ભૂકંપ આવવાની શક્યતા છે. પૃથ્વીના ફરવાની ઝડપને ભૂકંપ સાથે સીધો સંબંધ છે. આ નિષ્કર્ષ અમેરિકાની યુનિવર્સિટી ઑફ કોલોરાડોના રોજર બિલ્હમ અને યુનિવર્સિટી ઑફ મોંન્ટાનાની રેબેકા બેંડિકે ભૂકંપ પરના આ રિસર્ચે જાહેર કર્યું છે. આ બંને વૈજ્ઞાનિકોએ આ રિસર્ચ માટે 1900 વર્ષ પહેલા આવેલા સૌથી મોટા ભૂકંપને સમજવાની કોશિશ કરી હતી. જેના પ્રમાણે, ગત પાંચ વર્ષોમાં વિશ્વમાં ધરતીની અંદર ઉથલપાથલ વધી રહી છે. ગત સદીમાં પૃથ્વીની ઝડપમાં ફેરફાર થવાના કારણે લગભગ પાંચ વાર 7 મેગ્નીટ્યૂડના ભૂકંપ આવ્યા હતા. આ જ કારણોસર 2018માં પણ ભૂકંપ આવવાની શક્યતા છે. જો કે આ ભૂકંપ કયા કયા વિસ્તારોમાં આવશે તે જણાવવામાં આવ્યું નથી.