Not Set/ ‘જાદુઈ સુટ્’ બતાવશે, કેટલા હેલ્થી છો તમે

  ચાઇનીઝ વૈજ્ઞાનિકોએ સેન્સર લગાડેલો એક એવો ‘જાદુઈ સુટ્’ વિકસાવવાનો દાવો કર્યો છે જે તમારા આરોગ્યના સ્તરને બતાવવા માટે તમારા શરીરનું તાપમાન, પીએચ સ્તર, બ્લડ પ્રેશર અને અન્ય વસ્તુઓની શોધ કરી શકે છે. ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સના વાંગ ઝોલ્લિન અનુસાર આ સંકેતો કોઈપણ મોબાઇલ ફોન, કમ્પ્યુટર અથવા ડૉક્ટરને હજાર માઇલ દૂર વાયરલેસ ટ્રાન્સમિશન દ્વારા મોકલવામાં […]

Health & Fitness

 

ચાઇનીઝ વૈજ્ઞાનિકોએ સેન્સર લગાડેલો એક એવો ‘જાદુઈ સુટ્’ વિકસાવવાનો દાવો કર્યો છે જે તમારા આરોગ્યના સ્તરને બતાવવા માટે તમારા શરીરનું તાપમાન, પીએચ સ્તર, બ્લડ પ્રેશર અને અન્ય વસ્તુઓની શોધ કરી શકે છે. ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સના વાંગ ઝોલ્લિન અનુસાર આ સંકેતો કોઈપણ મોબાઇલ ફોન, કમ્પ્યુટર અથવા ડૉક્ટરને હજાર માઇલ દૂર વાયરલેસ ટ્રાન્સમિશન દ્વારા મોકલવામાં આવી શકે છે. આ રીતે કોઈ પણ વ્યક્તિ પોતાનું સ્વાસ્થ્ય ગમે ત્યાં અને કોઈ પણ સમયે તપાસ કરી શકે છે. આ સુટ્ બેઇજિંગમાં નેનો ટેકનોલોજી અને નેનો સિસ્ટમ પર આયોજિત આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં પ્રદર્શિત થયું હતું. 

વૈજ્ઞાનિકોએ નેનો ટેટૂ અને જાતે ચાર્જ થતી હૃદય પેસમેકર નું પણ એક્સપોઝર કર્યું હતું જેને ફરીથી ચાર્જ અથવા બદલવું જરૂરી નથી હોતું. વાન્ગે કહ્યું કે નેનો ટેટૂ એવું સ્ટિકર છે જે દર્દીઓના દર્દ માટેની દવા પહોંચાડવા અને ડાયાબિટીસના પીડિતોને દર્દ રહીત ઇન્જેક્શન ની પદ્ધતિ પૂરી પાડવા માટે હાથ ઉપર પણ પહેરી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિકોએ સંસ્થાના ટેક્નોપાર્કમાં આ તમામ સાધનોની પ્રતિકૃતિઓની રચના કરી છે. આ સાધનો બે થી ત્રણ વર્ષમાં બજારમાં આવી શકે છે.