Not Set/ જામનગરમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર, સાંસદ પૂનમ માડમનાં ઘરમાં પણ ઘુસ્યા પાણી

જામનગર શહેર અને જીલ્લા હોલ એક સાથે ત્રણ ત્રણ આફતીઓનો સામનો કરતો જોવામાં આવી રહ્યો છે. કોરોનાનો કહેર તો પહેલાથી જ છવાયેલો હતો. ત્યારે ભૂકપંનો ઓથાર પણ પાછલા દિવસોથી જોવામાં આવી રહ્યો છે અને આમા પણ હાલ વરસાદે માજા મુકી હોય તેવુ લાગી રહ્યું છે. જી હા, પાછલા 24 કલાકમાં જામનગરમાં એક સાથે અધધધ 8 […]

Gujarat Others
bc77bc4726fa88782a9a03ab698e1c6f જામનગરમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર, સાંસદ પૂનમ માડમનાં ઘરમાં પણ ઘુસ્યા પાણી

જામનગર શહેર અને જીલ્લા હોલ એક સાથે ત્રણ ત્રણ આફતીઓનો સામનો કરતો જોવામાં આવી રહ્યો છે. કોરોનાનો કહેર તો પહેલાથી જ છવાયેલો હતો. ત્યારે ભૂકપંનો ઓથાર પણ પાછલા દિવસોથી જોવામાં આવી રહ્યો છે અને આમા પણ હાલ વરસાદે માજા મુકી હોય તેવુ લાગી રહ્યું છે. જી હા, પાછલા 24 કલાકમાં જામનગરમાં એક સાથે અધધધ 8 ઇંચ વરસાદથી જળબંબાકાર જોવી સ્થિતિ સર્જાઇ છે અને સમગ્ર શહેરમાં પાણી જ પાણી જોવામાં આવી રહ્યું છે. 

અરે બીજાની વાત તો સાઇડમાં પણ જામનગરમાંં રહેતા સાંસદ પૂનમબેન માડમનાં ઘરમાં પણ પાણી ઘુસ્યા છે. જી હા, ભારે વરસાદનાં પગલે શહેરની શેરીઓ વેનિસનું લુક આપી રહી છે. જો કે, વેનિસમાં પાણી ઘરોમાં નથી ઘૂસતું. ઉલ્લેખનીય છે કે, વાલકેશ્વરી વિસ્તારમાં સાસંદ પૂનમ માડમનું નિવાસસ્થાન છે. વાલકેશ્વરી વિસ્તાર આખો તળાવ જેવી સ્થિતિમાં આવી ગયો છે અને મહાપાલિકાની પ્રિ-મોનસૂનની કામગીરી કાગળો પર જ હોય તેવુ સાબિત થઇ રહ્યું છે. પાણીના પ્રકોપની ખપ્પરમાં ખુદ સાંસદનું ઘર પર આવી ગયું છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews