Not Set/ જામનગર/ આજથી 26 જુલાઈ સુધી ચાની કિટલી-પાનના ગલ્લા પર પ્રતિબંધ

જામનગર શહેરમાં કોરોના સંક્રમણ રોકવા માટે વહીવટી તંત્રની સાથે પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે.વહીવટી પ્રશાસને ચા-પાન મસાલા પર પ્રતિબંધ મુક્યા બાદ પોલીસ ખાતા તરફથી પણ નાગરિકોને સખ્ત શબ્દોમાં વોર્નિંગ આપવામાં આવી છે. જામનગરમાં દિવસેને દિવસે વધી રહેલા કોરોનાના દર્દીઓને લઈને વહીવટી પ્રશાસને કડક નિર્ણય લઇ પાન મસાલાની લારી-દુકાન ગલ્લા પર સાપ્તાહિક પ્રતીબંધ  મૂકી દીધો છે.જેને […]

Gujarat Others
90670d3574130859cb601d263486d575 જામનગર/ આજથી 26 જુલાઈ સુધી ચાની કિટલી-પાનના ગલ્લા પર પ્રતિબંધ

જામનગર શહેરમાં કોરોના સંક્રમણ રોકવા માટે વહીવટી તંત્રની સાથે પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે.વહીવટી પ્રશાસને ચા-પાન મસાલા પર પ્રતિબંધ મુક્યા બાદ પોલીસ ખાતા તરફથી પણ નાગરિકોને સખ્ત શબ્દોમાં વોર્નિંગ આપવામાં આવી છે.

જામનગરમાં દિવસેને દિવસે વધી રહેલા કોરોનાના દર્દીઓને લઈને વહીવટી પ્રશાસને કડક નિર્ણય લઇ પાન મસાલાની લારી-દુકાન ગલ્લા પર સાપ્તાહિક પ્રતીબંધ  મૂકી દીધો છે.જેને લઈને પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે.

જીલ્લા પોલીસ વડા શરદ સિંઘલે તમામ નાગરિકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે, કે આવતી કાલ એટલે કે તા.18મીથી કોઈ પણ નાગરિક બાઈક કે બાકડા પર વિના કારણે બેસી, સામાજિક અંતરના નિયમનો ભંગ કરશે તો તેની સામે ફોજદારી રાહે કાર્યવાહી  કરવામાં આવશે.વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યા બાદ પોલીસ પ્રશાસન પણ હરકતમાં આવ્યું છે. જેથી તમામ નાગરિકોને અપીલ છે કે વિના કારણે બહાર નીકળવાનું અને બહાર બેસવાનું ટાળવું જોઈએ અન્યથા પોલીસ કડક કાર્યવાહી કરશે જ એમાં બે મત નથી.

સલમાન ખાન મંતવ્ય ન્યુઝ જામનગર…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.