Not Set/ જામનગર/ ઊંડ નદીનાં પટ્ટમાં ધમધમતું રેતી ચોરીનું કૌભાંડ પકડાયું

જામનગર જીલ્લાના જોડિયા પંથક રેતી ચોરી માટેનું હબ બની ગયું હોય તેમ રેન્જ પોલીસના દરોડા બાદ એલસીબી પોલીસે દરોડો પાડી ઊંડ નદીના પટ્ટમાં ધમધમતું રેતી ચોરીનું કૌભાંડ પકડી પાડયું છે. પોલીસે ૮૧.૯૨ લાખના વાહનો  કબજે કરી છ સખ્સોની અટકાયત કરી છે. જોડીયામાં ઊંડ નદીમાં  ડોબર સીમ વિસ્તારમાં આજે એલસીબી પોલીસે ખનીજ ચોરી સબંધિત દરોડો પાડ્યો હતો. આ […]

Gujarat Others
1098f09893d209592659ae85116b5ada જામનગર/ ઊંડ નદીનાં પટ્ટમાં ધમધમતું રેતી ચોરીનું કૌભાંડ પકડાયું

જામનગર જીલ્લાના જોડિયા પંથક રેતી ચોરી માટેનું હબ બની ગયું હોય તેમ રેન્જ પોલીસના દરોડા બાદ એલસીબી પોલીસે દરોડો પાડી ઊંડ નદીના પટ્ટમાં ધમધમતું રેતી ચોરીનું કૌભાંડ પકડી પાડયું છે. પોલીસે ૮૧.૯૨ લાખના વાહનો  કબજે કરી છ સખ્સોની અટકાયત કરી છે.

પ્રતિકાત્મક ફોટો

જોડીયામાં ઊંડ નદીમાં  ડોબર સીમ વિસ્તારમાં આજે એલસીબી પોલીસે ખનીજ ચોરી સબંધિત દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન નદીના માંથી બીના રોક ટોક ખનીજ ચોરી કરતા અલ્તાફ અબ્દુલભાઈ પટા, રહે. મોરકંડા રોડ જામનગર, ગજેન્દ્રસીહ સોઢા, શક્તિસિંહ મહોબતસિંહ જાડેજા, સેજાદ ઓસામાણ સમેજા, મહાવીરસિંહ ગુમાનસિંહ પરમાર અને કૃપાલસિંહ પ્રવીણસિંહ પરમાર નામનાં છ સખ્સો આબાદ પકડાઈ ગયા હતા.

aaf8feab38548fb0785c10d9d1d231a0 જામનગર/ ઊંડ નદીનાં પટ્ટમાં ધમધમતું રેતી ચોરીનું કૌભાંડ પકડાયું

ત્રણ ડમ્પર અને એક ટ્રક તથા બે લોડર અને અગ્યાર લાખની રેતી સહિતનો રૂપિયા ૮૧,૯૨,૫૦૦નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. જયારે ઉત્ખન્ન કરાવનાર જોડીયાના ઓસમાણ હાસમ ભાઈ વાઘેર નામના સખ્સને ફરાર દર્સાવાયો છે. પોલીસે આ તમામ સખ્સો સામે ખનીજ ચોરી ઉપરાંત કાવતરા સબંધિત ફરિયાદ નોંધી છે. આ કાર્યવાહી એલસીબીના પીઆઈ એમજે જલુની આગેવાની નીચે પીએસઆઈ કે કે ગોહિલ અને આર બી ગોજીયા સહિતના સ્ટાફે પાર પાડી હતી. 

@સલમાન ખાન મંતવ્ય ન્યુઝ જામનગર…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews