Not Set/ જામનગર/ બેડના દરિયા કિનારેથી અજ્ઞાત યુવતીનો નગ્ન હાલત મળ્યો મૃતદેહ

જામનગરના દરિયા કિનારેથી સંપૂર્ણ નગ્ન હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા સિક્કા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી લઈ તપાસ ચલાવવામાં આવી રહી હતી, તે દરમિયાન મૃતક યુવતી જોગવડ ગામની વતની હોવાનું જાણવા મળ્યું હતું. તેણીએ 11 દિવસ પહેલાં […]

Gujarat Others
26e81b4d2528880d55988bc3a6d1ef0f જામનગર/ બેડના દરિયા કિનારેથી અજ્ઞાત યુવતીનો નગ્ન હાલત મળ્યો મૃતદેહ

જામનગરના દરિયા કિનારેથી સંપૂર્ણ નગ્ન હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા સિક્કા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો સંભાળી લઈ તપાસ ચલાવવામાં આવી રહી હતી, તે દરમિયાન મૃતક યુવતી જોગવડ ગામની વતની હોવાનું જાણવા મળ્યું હતું. તેણીએ 11 દિવસ પહેલાં જ એક બાળકને જન્મ આપ્યો હતો.

જ્યાં અજ્ઞાત સ્ત્રીનો મૃતદેહ તદ્દન નગ્ન હાલતમાં હતો, અને એક પણ કપડું નહોતું. જેના હાથમાં કેટલાક શબ્દો ત્રૉફાવેલા છે. પરંતુ કોઈ બાહ્ય ઇજાના નિશાનો જોવા મળ્યા ન હતા. પોલીસે સૌપ્રથમ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં મોકલી આપ્યો છે, અને તેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ તેનું મૃત્યુ કઈ રીતે થયું છે, તે અંગેની સંપૂર્ણ જાણકારી મળશે. પરંતુ હાલ મૃતદેહ ને લઈને પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

આપને જણાવી દઈએ કે, આ મહિલા માનસિક સંતુલન ગુમાવી બેઠી હોવાથી પોતાના ઘેરથી નીકળી ગયા પછી કોઈ પણ સંજોગોમાં દરિયામાં પડી ગઈ હોવાનું અને તેણીનું ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હોવાનું તારણ મળ્યું છે.

જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેણીનું ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજયું હોવાનું અનુમાન લગાવ્યું હતું. જ્યારે તેના શરીરના કોઈપણ પાર્ટમાં ઇજાના નિશાનો જોવા મળ્યા ન હતા.

પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા અનેક વિગતો સામે આવી છે. તપાસમાં યુવતીની ઓળખ પણ છતી થઇ છે. યુવતીનું નામ સુમિતાબેન બીપીનભાઈ ધરણિયા (ઉં.વ. 36) અને લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ