Not Set/ જામનગર-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારનાં ત્રણ સભ્યોનાં મોત

જામનગર-રાજકોટ હાઇવે પર બનેલા ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત નીપજ્યાં છે. આ ઘટના ધ્રોલના જાયવા પાસે બની છે. આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, પટેલ પરિવાર તેમની કારમાં જામનગરથી […]

Gujarat Others
bcf8ffdafab68038c473218b8473799e જામનગર-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારનાં ત્રણ સભ્યોનાં મોત

જામનગર-રાજકોટ હાઇવે પર બનેલા ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત નીપજ્યાં છે. આ ઘટના ધ્રોલના જાયવા પાસે બની છે. આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, પટેલ પરિવાર તેમની કારમાં જામનગરથી રાજકોટ તરફ જઇ રહ્યો હતો. કાર ધ્રોલના જાયવા પહોંચી હતી. ત્યારે અચાનક નીલગાય કારની સામે આવી અને કાર પરથી કાબૂ ગુમાવ્યો અને કાર રસ્તાની બાજુમાં ખાડામાં પડી ગઈ.

આ ઘટના એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.

પોલીસે જણાવ્યું કે મૂળ ધોરાજી નિવાસી અને હાલ રાજકોટમાં રહેતા પરિવારના 5 સભ્યો કારમાં સવાર હતા. આ ઘટનાને કારણે ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.