Not Set/ જિયોએ બદલ્યા પ્લાન્સ, દિવાળી પર મોંઘા થયા ટેરિફ

રિલાયન્સ જીઓએ ધન ધના ધન ઓફર હેઠળ નવા ટેરિફ પ્લાનની જાહેરાત કરી છે. તે દિવાળીના દિવસે એટલે કે 19 ઓક્ટોબરથી શરૂ થશે અને તમામ નવા તથા જૂના ગ્રાહકોને લાગુ થશે. આ ઉપરાંત, ઓક્ટોબર 19 થી ટેરિફમાં અન્ય ફેરફારો પણ કરવામાં આવશે. મોટા ભાગના પ્લાન્સ માં  કિંમતોમાં વધારો થયો છે અને વેલિડિટી ઘટી છે. ઉદાહરણ તરીકે, […]

Tech & Auto
news1910 જિયોએ બદલ્યા પ્લાન્સ, દિવાળી પર મોંઘા થયા ટેરિફ
રિલાયન્સ જીઓએ ધન ધના ધન ઓફર હેઠળ નવા ટેરિફ પ્લાનની જાહેરાત કરી છે. તે દિવાળીના દિવસે એટલે કે 19 ઓક્ટોબરથી શરૂ થશે અને તમામ નવા તથા જૂના ગ્રાહકોને લાગુ થશે. આ ઉપરાંત, ઓક્ટોબર 19 થી ટેરિફમાં અન્ય ફેરફારો પણ કરવામાં આવશે. મોટા ભાગના પ્લાન્સ માં  કિંમતોમાં વધારો થયો છે અને વેલિડિટી ઘટી છે. ઉદાહરણ તરીકે, 84 દિવસ માટે દરરોજ 1 જીબી 4જી ડેટા મેળવવા માટે તમારે રૂ. 549 ચૂકવવું પડશે, જેના અગાઉ  399 હતા. આની સાથે સાથે કંપની દ્વારા કંપનીએ રૂ. 301 અને રૂ. 349 વાળા પ્લાન્સ ખતમ કરી દીધા છે.
અત્યારે જીઓ પ્રાઇમ પોસ્ટપેડ ગ્રાહકો માટે બે યોજનાઓ છે. પ્રથમ રૂ 309 છે જેમાં દર મહિને 30 જીબી ડેટા ઉપલબ્ધ છે, જ્યારે રૂ. 509 માં 120 જીબી ડેટા ઉપલબ્ધ છે. રિલાયન્સ જીઓનું સૌથી મોંઘુ પ્લાન 9,999 રૂપિયામાં છે અને તેમાં એક વર્ષ માટે 750 જીબી 4જી ડેટા આપવામાં આવશે. આ તમામ પ્લાન્સ સાથે લોકલ એસટીડી કોલ્સ અનલિમિટેડ છે અને બીજા એપ સબ્સ્ક્રિપ્શન પણ આ વર્ષ માટે મફત મળશે.