Not Set/ જુઓ ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ કોને દાંત વગરનો વાઘ ગણાવ્યો

ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ ચૂંટણી પંચને દાંત વગરનો વાઘ ગણાવ્યો છે. જે ડરાવી શકે છે પણ કરડતો નથી. વરૂણ ગાંધીએ એવું એટલા માટે કહ્યું છે કે, રાનજનૈતિક પાર્ટીઓ દ્વારા કરવામાં આવતા ખર્ચની કોઈ વિગત નથી આપી. ચૂંટણી આયોગે હજું સુધી કોઈ પણ પાર્ટીની માન્યતા પણ રદ્દ કરી નથી.મહત્વનું છે કે રાજનૈતિક પાર્ટીઓ ચૂંટણી પ્રચાર પર […]

India
varun જુઓ ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ કોને દાંત વગરનો વાઘ ગણાવ્યો

ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ ચૂંટણી પંચને દાંત વગરનો વાઘ ગણાવ્યો છે. જે ડરાવી શકે છે પણ કરડતો નથી. વરૂણ ગાંધીએ એવું એટલા માટે કહ્યું છે કે, રાનજનૈતિક પાર્ટીઓ દ્વારા કરવામાં આવતા ખર્ચની કોઈ વિગત નથી આપી. ચૂંટણી આયોગે હજું સુધી કોઈ પણ પાર્ટીની માન્યતા પણ રદ્દ કરી નથી.મહત્વનું છે કે રાજનૈતિક પાર્ટીઓ ચૂંટણી પ્રચાર પર મોટો ખર્ચ કરતી હોય છે. જેના કારણે સામાન્ય લોકો ચૂંટણી લડવા સામર્થ્ય નથી કરી શકતા. વરૂણ ગાંધીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે. જ્યારે વિપક્ષ પાર્ટીઓ ભાજપ પર આરોપ લગાવી રહી છે કે ભાજપે ચૂંટણી આયોગ પર દબાણ નાખ્યું છે. જેનાથી હિમાચલ પ્રદેશની ચૂંટણી તારીખ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નથી.વરૂણ ગાંધીએ એ પણ કહ્યું કે, સૌથી મોટી સમસ્યાઓમાંથી એક ચૂંટણી આયોગની સમસ્યા છે જે ખરેખર દાંત વગરના વાઘ જેવી છે, તેમણે કહ્યું, ચૂંટણી પૂરી થઈ ગયા પછી તેની પાસે કેસ દાખલ કરવાનો કોઈ અધિકાર નથી. તે કરવા માટે તેને સુપ્રીમ કોર્ટમાં જવું પડે છે.