Not Set/ ટેકનોલોજી/ Motorola G8 Plus ટ્રિપલ કેમેરા સાથે થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

લેનોવોની માલિકીની મોટોરોલાએ પોતાના G8 Plus સ્ટોક એન્ડરોઇડ સાથે દેશમાં લોન્ચ થયો છે. કંપનીનાં જણાવ્યા મુજબ, હેન્ડસેટ એક ક્વાડ-પિક્સેલ કેમેરા સિસ્ટમ સાથે આવે છે અને તે ચાર ગણા ઓછા પ્રકાશમાં પણ સારો ફોટો પાડવામાં સક્ષમ છે અને કોઈપણ પ્રકાશમાં વીડિયો બનાવી શકે છે. ઓનલાઇન ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર મોટો G8 પ્લસ સ્માર્ટફોનનું વેચાણ 29 ઓક્ટોબર, […]

Tech & Auto
Moto G8 Plus launch ટેકનોલોજી/ Motorola G8 Plus ટ્રિપલ કેમેરા સાથે થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

લેનોવોની માલિકીની મોટોરોલાએ પોતાના G8 Plus સ્ટોક એન્ડરોઇડ સાથે દેશમાં લોન્ચ થયો છે. કંપનીનાં જણાવ્યા મુજબ, હેન્ડસેટ એક ક્વાડ-પિક્સેલ કેમેરા સિસ્ટમ સાથે આવે છે અને તે ચાર ગણા ઓછા પ્રકાશમાં પણ સારો ફોટો પાડવામાં સક્ષમ છે અને કોઈપણ પ્રકાશમાં વીડિયો બનાવી શકે છે.

Motorola Moto G8 Plus India Sale Price Specifications Features ટેકનોલોજી/ Motorola G8 Plus ટ્રિપલ કેમેરા સાથે થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

ઓનલાઇન ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર મોટો G8 પ્લસ સ્માર્ટફોનનું વેચાણ 29 ઓક્ટોબર, 2019 નાં રોજ બપોરે 12 વાગ્યે થશે. મોટોરોલા મોટો G8 પ્લસની કિંમત ભારતમાં 13,999 રૂપિયા રાખવામાં આવી છે, કંપની આ ફોનની ખરીદી પર ગ્રાહકોને કેટલીક ઓફર પણ આપી રહી છે. ચાલો જાણીએ મોટો G8 પ્લસ મોબાઇલ ફોનની વિશિષ્ટતાઓ શું છે અને તેમાં વિશેષ સુવિધાઓ શું છે.

Moto G8 Plus ની ભારતમાં કિંમત, ઓફર્સ

મોટોરોલાની ભારતમાં Moto G8 મોબાઇલ ફોનની કિંમત 13,999 રૂપિયા છે. તમે તેને ફ્લિપકાર્ટ દ્વારા ઓનલાઇન ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ પર આ ફોનનો પહેલો સેલ 29 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યે હશે.

Moto G8 Plus મોબાઇલ ફોનની ખરીદી પર ગ્રાહકોને કેટલીક વિશેષ ઓફર પણ આપવામાં આવી રહી છે. રિલાયન્સ જિઓનાં ગ્રાહક 2,200 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકે છે. આ સિવાય ક્લિયરટ્રીપ અને જૂમ કારનાં કૂપન્સ પણ ગ્રાહકોને આપવામાં આવી રહ્યા છે.

Moto G8 Plus series ટેકનોલોજી/ Motorola G8 Plus ટ્રિપલ કેમેરા સાથે થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Moto G8 Plus નાં સ્પેસિફિકેશન

Motorola Moto G8 Plus મોબાઇલ ફોનમાં 6.3 ઇંચનું ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે છે. ફોનમાં ક્વેલકોમ સ્નેપડ્રેગન 655 પ્રોસેસર છે. આ ફોન 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવી રહ્યો છે અને તે એન્ડ્રોઇડ 9 પાઇ વર્ઝન પર કામ કરે છે.

Motorola Moto G8 Plus માં ત્રણ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર, 16 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ અને 5 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. વળી સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 25-મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.