Not Set/ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન શરૂ કરશે ભારતમાં હાઉસિંગ પ્રોજેક્ટ

ટ્રમ્પના બે મોટા પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પ દ્વારા ચલાવવામાં આવતી કંપની ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતમાં બે મ શરૃ કરવાની વિચારણા હાથ ધરાઈ છે.જોકે, આ સૂચિત પ્રોજેક્ટમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનાં હિતો ટકરાવાની શક્યતા છે.ટ્રમ્પે સત્તા સંભાળી તે પહેલાં એવી જાહેરાત કરી હતી કે, તેમના કાર્યકાળ દરમિયાન તેમનાં અંગત હિતો ટકરાય તેવા પ્રોજેક્ટ તેમની […]

World
ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન શરૂ કરશે ભારતમાં હાઉસિંગ પ્રોજેક્ટ

ટ્રમ્પના બે મોટા પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પ દ્વારા ચલાવવામાં આવતી કંપની ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતમાં બે મ શરૃ કરવાની વિચારણા હાથ ધરાઈ છે.જોકે, આ સૂચિત પ્રોજેક્ટમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનાં હિતો ટકરાવાની શક્યતા છે.ટ્રમ્પે સત્તા સંભાળી તે પહેલાં એવી જાહેરાત કરી હતી કે, તેમના કાર્યકાળ દરમિયાન તેમનાં અંગત હિતો ટકરાય તેવા પ્રોજેક્ટ તેમની કંપની દ્વારા હાથ ધરાશે નહીં. વિદેશમાં પણ કોઈ ડીલ કરાશે નહીં, જોકે વોશિંગ્ટન પોસ્ટે એવી સ્પષ્ટતા કરી હતી કે, સૂચિત પ્રોજેક્ટને ટ્રમ્પ યુએસ પ્રમુખ બન્યા તે પહેલાં આખરી ઓપ અપાયો હતો.ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનને ભારતમાં પાંચ પ્રોજેક્ટ હાથ ધરવા લાઇસન્સ મળ્યાં છે, જેમાં પૂર્વ કોલકાતામાં બ્રાન્ડેડ ટાવર, ગુડગાંવમાં એક પ્રોજેક્ટ, પુણેમાં બે હાઉસિંગ ટાવર અને મુંબઈમાં ૭૫ માળના બહુમાળી ટાવર બાંધવાનો સમાવેશ થાય છે