Not Set/ તેજસ્વી યાદવે CM નીતિશ કુમારને આપી ચેતાવણી, ગોપાલગંજ હત્યામાં JDU નેતાનો હાથ હોવાનો લગાવ્યો આરોપ

બિહારનાં ગોપાલગંજ જિલ્લામાં આરજેડી નેતા જેપી યાદવનાં પરિવાર સાથે જોડાયેલા ત્રણ લોકોની ગોળીથી હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ બિહારનાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળનાં નેતા તેજસ્વી યાદવે કાયદો અને વ્યવસ્થાને લઇને બિહારનાં મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આક્ષેપ પણ કર્યો છે કે, જેડીયુનાં ધારાસભ્ય અમરેન્દ્ર પાંડે […]

India
eefdb8f53f74d6d9e1e142873a56d68d 1 તેજસ્વી યાદવે CM નીતિશ કુમારને આપી ચેતાવણી, ગોપાલગંજ હત્યામાં JDU નેતાનો હાથ હોવાનો લગાવ્યો આરોપ

બિહારનાં ગોપાલગંજ જિલ્લામાં આરજેડી નેતા જેપી યાદવનાં પરિવાર સાથે જોડાયેલા ત્રણ લોકોની ગોળીથી હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ બિહારનાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળનાં નેતા તેજસ્વી યાદવે કાયદો અને વ્યવસ્થાને લઇને બિહારનાં મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આક્ષેપ પણ કર્યો છે કે, જેડીયુનાં ધારાસભ્ય અમરેન્દ્ર પાંડે ઉર્ફે પપ્પુ પાંડે ટ્રિપલ હત્યામાં સામેલ છે.

રાષ્ટ્રીય જનતા દળનાં નેતા તેજસ્વી યાદવે કહ્યું કે, ‘ગોપાલગંજની ઘટના દુઃખદાયક હતી. બિહારનાં સીએમ નીતીશ કુમારે કહ્યું છે કે, તેઓ ગુના અંગે સમાધાન કરશે નહીં, પરંતુ જેડીયુનાં ધારાસભ્ય અમરેન્દ્ર પાંડે સામે આ ઘટનામાં સામેલ હોવા છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો તેની 2 દિવસમાં ધરપકડ કરવામાં નહીં આવે તો હું પટનાથી ગોપાલગંજ સુધી આંદોલન શરૂ કરીશ.બીજી તરફ, ગોપાલગંજ પોલીસે ટ્રિપલ મર્ડર કેસમાં કાર્યવાહી કરતી વખતે ધારાસભ્ય અમરેન્દ્ર પાંડેનાં ભાઈ સતિષ પાંડે અને ભત્રીજા મુકેશ પાંડેની ધરપકડ કરી છે, જે ગોપાલગંજ જિલ્લા પરિષદનાં અધ્યક્ષ પણ છે. પોલીસે બંનેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા જ્યાંથી તેમને જેલ મોકલી દેવાયા હતા. આપને જણાવી દઇએ કે, ગોપાલગંજનાં જેપી યાદવનાં પરિવાર પર થયેલા હુમલા અને ત્રણ લોકોની હત્યાનાં મામલામાં ધારાસભ્ય અમરેન્દ્ર પાંડે ઉર્ફે પપ્પુ પાંડે,સતીષ કુમાર પાંડે અને ભત્રીજો મુકેશ પાંડે નું નામ છે.

જણાવી દઇએ કે, ટ્રિપલ મર્ડર કેસમાં સરકાર ઉપર સતત દબાણ હતું. જે બાદ ગોપાલગંજ પોલીસે જેડીયુના ધારાસભ્યનાં ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે ધારાસભ્યનાં ઓરડાનાં તાળા તોડી તેમના ભાઇ સતીષ પાંડેની ધરપકડ કરી હતી, જ્યારે જિલ્લા પરિષદનાં પ્રમુખ મુકેશ પાંડેની પણ પોલીસે ધરપકડ કરી હતી. બંને આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસ મીડિયાથી બચતી સૌથી પહેલા તેમને મોહમ્મદપુર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી જ્યાંથી કાર્યવાહી પૂર્ણ થયા બાદ બંને આરોપીઓને સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. બંનેનું મેડિકલ ચેકઅપ થયું હતું અને ત્યારબાદ બંનેને સીજીએમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને મોડી સાંજે મંડલ કારા મોકલી દેવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.