Not Set/ ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની પહેલી ટેસ્ટમાં ભારતની શાનદાર 304 રને જીત

ગોલ: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની પહેલી ટેસ્ટ રમાઇ રહી છે. પ્રથમ ઇનિંગમાં મળેલ 309 રનોને વધતા અને બીજી ઇનિંગમાં બનાવેલ 240 રનોની મદદથી ભારતે શ્રીલંકા સામે 550 રનોનો પડકાર જનક લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકા તરફથી દિમુથ કરૂણારત્ને 97 અને નિરોશન ડિકવેલા 67 રનની મદદથી પાંચમી વિકેટ માટે […]

Sports
ind won ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની પહેલી ટેસ્ટમાં ભારતની શાનદાર 304 રને જીત

ગોલ: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની પહેલી ટેસ્ટ રમાઇ રહી છે. પ્રથમ ઇનિંગમાં મળેલ 309 રનોને વધતા અને બીજી ઇનિંગમાં બનાવેલ 240 રનોની મદદથી ભારતે શ્રીલંકા સામે 550 રનોનો પડકાર જનક લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં લક્ષ્યનો પીછો કરતા શ્રીલંકા તરફથી દિમુથ કરૂણારત્ને 97 અને નિરોશન ડિકવેલા 67 રનની મદદથી પાંચમી વિકેટ માટે 101 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.

શ્રીલંકા ટીમની બીજી ઇનિંગ 
શ્રીલંકા ટીમની શરુઆત ખુબ જ ખરાબ રહી હતી. શ્રીલંકા તરફથી કરુણારત્ને 208 બોલમાં 97 રન, ઉપુલ થરંગા 10 બોલમાં 10 રન, ગુનાતિલકા 8 બોલમાં 2 રન, કુશલ મેન્ડીસ 71 બોલમાં 34 રન, નિરોશન ડીકવેલા 94 બોલમાં 67, એન્જેલો મેથ્યુઝ 10 બોલમાં 2 રન, નુવાન પ્રદીપ 0 રન, લહીરું કુમાર 0 રને આઉટ થઈ ગયેલ છે જયારે રંગાના હેરાથ અને અસેલા ગુનારત્ને ઇજને કારણે બેટિંગ કરી શક્યા નહતા જેના કારણે શ્રીલંકા 245 રન બનાવી ઓલ આઉટ થઇ ગઈ હતી. પરિણામે ભારતની શાનદાર 304 રને જીત થઇ હતી.

ભારત તરફથી અશ્વિન અને જાડેજાએ 3-3 વિકેટ મેળવી હતી.

ભારતે શ્રીલંકાને આપ્યો 550 રનનો ટાર્ગેટ
ભારતીય ટીમે બીજી ઇનિંગમાં પોતાનો દબદબો કાયમ રાખતા કોહલીની 17મી ટેસ્ટ સદી અને અભિનલ મુકંદે શાનદાર 81 રન ફટકાર્યા. જેને લઇ ભારતે શ્રીલંકાની સામે 550 રનનો પહાડી લક્ષ્યાંક રાખ્યો હતો. શ્રીલંકા વિરૂદ્ધ પ્રથમ ઇનિંગ્સમાં ફ્લોપ રહેનારા કેપ્ટન વિરાટ કોહલીએ બીજી ઇનિંગ્સમાં શાનદાર 103 રનો ફટકાર્યા.

ભારતે બીજી ઈનિંગમાં  240 રન બનાવ્યા હતા અને પ્રથમ ઇનિંગમાં મળેલી 309 રનની લીડ મેળવીને તેમની કુલ 549 રનોની થાય છે. આ પહેલા ભારત ની પ્રથમ ઈનિંગમાં 600 રનના જવાબમાં શ્રીલંકાનું 291 રનમાં જ ફિંડલું વાળી દીધું હતું. પરંતુ ત્યાર બાદ ભારતે યજમાન ટીમને ફોલોઓન નહોતું આપ્યું

શિખર ધવને ચેમ્પિયન ટ્રોફી નું ફોર્મ જાળવતાં 190 રન ફટકારવા બદલ પ્લેયર ઓફ ધ મેચ એવાર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.