Not Set/ દિલ્હીમાં લોકડાઉન વચ્ચે પોલીસ સાથે વિદેશી મહિલાનું ઘર્ષણ, માસ્ક વિશે પૂછ્યુ તો ભડકી

દિલ્હીમાં વાયરસને રોકવા માટે બનાવવામાં આવેલા લોકડાઉનનાં નિયમો અને સંક્રમણ રોકવાની ગાઇડલાઇનનાં વિરુદ્ધ ઉલ્લંઘન કરવાની ફરિયાદો વિદેશી નાગરિકોને લઇને મળવા લાગી છે. તાજા મામલો દક્ષિણી દિલ્હીનાં વસંદ વિહાર વિસ્તારનો છે, જ્યાં માસ્ક અને ગ્લોવ્સ વિશે પૂછતાં વિદેશી મહિલા પોલીસકર્મીઓ સાથે ઘર્ષણ કરવા લાગી હતી. ઘટના શનિવારની છે. અહીં વસંત વિહારનાં પશ્ચિમ માર્ગ વિસ્તારમાં ઉરુગ્વેની એક […]

India

દિલ્હીમાં વાયરસને રોકવા માટે બનાવવામાં આવેલા લોકડાઉનનાં નિયમો અને સંક્રમણ રોકવાની ગાઇડલાઇનનાં વિરુદ્ધ ઉલ્લંઘન કરવાની ફરિયાદો વિદેશી નાગરિકોને લઇને મળવા લાગી છે. તાજા મામલો દક્ષિણી દિલ્હીનાં વસંદ વિહાર વિસ્તારનો છે, જ્યાં માસ્ક અને ગ્લોવ્સ વિશે પૂછતાં વિદેશી મહિલા પોલીસકર્મીઓ સાથે ઘર્ષણ કરવા લાગી હતી.

ઘટના શનિવારની છે. અહીં વસંત વિહારનાં પશ્ચિમ માર્ગ વિસ્તારમાં ઉરુગ્વેની એક મહિલા માસ્ક પહેર્યા વિના અને હાથમાં મોજા પહેર્યા વિના સાઇકલ ચલાવી રહી હતી. પોલીસકર્મીએ મહિલાને રોકી તો તે ભડકી ઉઠી હતી. તેણે પોલીસ સાથે દલીલ શરૂ કરી હતી. દિલ્હી પોલીસનાં જણાવ્યા અનુસાર પોલીસ અધિકારીએ જ્યારે તેને માસ્ક અને ગ્લોવ્સ લગાવવાનું કહ્યું હતું તે ગુસ્સે થઈ ગઇ. જ્યારે તે વિદેશી મહિલા પોલીસકર્મીઓ સાથે ચર્ચા કરી રહી હતી, ત્યારે નજીકનાં રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશનનાં કેટલાક અધિકારીઓએ પણ આવીને કહ્યું કે, તેઓ પણ વસંત વિહારમાં રહેતા વિદેશી નાગરિકોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ તેમની વાત સાંભળવા તૈયાર નથી.

આપને જણાવી દઇએ કે, દિલ્હીમાં કોરોનાનાં વધી રહેલા પ્રકોપને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે 33 વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે, જેથી તેને રોકી શકાય. એટલું જ નહીં સરકારે સામાજિક અંતરનાં નિયમોનો કડક અમલ કરવા ઘરની બહાર નીકળતા લોકોને માસ્ક પહેરવુ ફરજિયાત પણ કરી દીધુ છે. આ પહેલા રવિવારે સવારે 444 વિદેશી નાગરિકોને ચાર્ટર્ડ પ્લેન દ્વારા દિલ્હીથી મેલબોર્ન મોકલવામાં આવ્યા હતા. તેમાંથી 430 ઓસ્ટ્રેલિયન નાગરિકો અને ત્યાના કાયમી રહેવાસી હતા, જ્યારે 14 ન્યૂઝીલેન્ડનાં નાગરિક હતા. આ ચાર્ટર્ડ ફ્લાઇટની વ્યવસ્થા ઓસ્ટ્રેલિયન જૂથ દ્વારા કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, રવિવાર સવાર સુધી દેશમાં કોરોના ચેપનું પ્રમાણ 8,356 પર પહોંચી ગયુ છે અને તેના કારણે 273 લોકોનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.