Not Set/ દિલ્હી સરકારનાં નિર્ણયને LG દ્વારા પલટાવ્યા બાદ Dy.CM મનીષ સિસોદીયાએ લગાવ્યો BJP પર આરોપ

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંકટ હવે રાજનીતિનું એક કેન્દ્ર બિંદુ બની ગયુ છે. જ્યા હવે હોસ્પિટલમાં સારવારને લઇને રાજકારણ ગરમાયુ છે. આજે, લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે દિલ્હી સરકારનાં તે નિર્ણયને પલટાવ્યો જેમા કહેવામાં આવ્યુ હતુ કે દિલ્હીનાં હોસ્પિટલોમાં કોરોના વાયરસથી સંક્રમિત માત્ર દિલ્હીનાં દર્દીઓની જ સારવાર કરવામાં આવશે. ત્યારબાદ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાએ આરોપ […]

India
f3812886c061f37d1fc7b86264874d31 1 દિલ્હી સરકારનાં નિર્ણયને LG દ્વારા પલટાવ્યા બાદ Dy.CM મનીષ સિસોદીયાએ લગાવ્યો BJP પર આરોપ

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંકટ હવે રાજનીતિનું એક કેન્દ્ર બિંદુ બની ગયુ છે. જ્યા હવે હોસ્પિટલમાં સારવારને લઇને રાજકારણ ગરમાયુ છે. આજે, લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે દિલ્હી સરકારનાં તે નિર્ણયને પલટાવ્યો જેમા કહેવામાં આવ્યુ હતુ કે દિલ્હીનાં હોસ્પિટલોમાં કોરોના વાયરસથી સંક્રમિત માત્ર દિલ્હીનાં દર્દીઓની જ સારવાર કરવામાં આવશે. ત્યારબાદ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાએ આરોપ લગાવ્યો છે કે ઉપ રાજ્યપાલે ભાજપનાં દબાણ હેઠળ આ નિર્ણય લીધો છે.

દિલ્હીનાં નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું છે કે, “ભાજપે ઉપ રાજ્યપાલ ઉપર દબાણ કર્યું અને અમારો નિર્ણય ઉથલાવી દેવામાં આવ્યો. હવે દિલ્હીની હોસ્પિટલોમાં દિલ્હીની જનતાને અગ્રતા આપવામાં આવશે નહીં. ભાજપ કોરોના વાયરસ અંગે રાજકારણ કેમ કરે છે? અને રાજ્ય સરકારની નીતિઓને કેમ નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.”

જણાવી દઇએ કે, સોમવારે લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે દિલ્હી સરકારની હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર મર્યાદિત કરવાના આપ સરકારનાં આદેશને ફક્ત દિલ્હીવાસીઓ સુધી નકારી દીધો છે. આ સાથે જ, દિલ્હીનાં લેફ્ટનન્ટ ગવર્નરે આઇસીએમઆર માર્ગદર્શિકાનાં કડક પાલન કરવાનો આદેશ આપ્યો અને કહ્યું કે કોવિડ-19 કેસોમાં નવ કેટેગરી માટે તપાસ ફરજિયાત કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે આદેશ આપ્યો હતો કે દિલ્હીની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ફક્ત દિલ્હીનાં લોકોની જ કોરોના સારવાર કરવામાં આવશે. તેમના આદેશની આકરી ટીકા થઈ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.