Not Set/ દિલ્હી સરકાર પાસે કર્મચારીઓનાં પગાર કરવા નથી નાણા, કેન્દ્ર પાસે માંગી 5 હજાર કરોડની મદદ

દિલ્હી સરકારે કેન્દ્ર સરકાર પાસે 5,000 કરોડ રૂપિયાની માંગ કરી છે. દિલ્હીનાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ કહ્યું કે, અમને આ નાણાંની જરૂર છે જેથી કર્મચારીઓને પગાર મળી શકે અને અન્ય જરૂરી કાર્યો થઈ શકે. મેં આ સંદર્ભમાં નાણાં પ્રધાનને પત્ર લખ્યો છે કે તેઓ તાત્કાલિક 5,000 કરોડ રૂપિયાની આર્થિક સહાય પ્રદાન કરે. સિસોદિયાએ કહ્યું કે, […]

India
42fdf288132a1d1ee7a51a7253b2fd08 1 દિલ્હી સરકાર પાસે કર્મચારીઓનાં પગાર કરવા નથી નાણા, કેન્દ્ર પાસે માંગી 5 હજાર કરોડની મદદ

દિલ્હી સરકારે કેન્દ્ર સરકાર પાસે 5,000 કરોડ રૂપિયાની માંગ કરી છે. દિલ્હીનાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ કહ્યું કે, અમને આ નાણાંની જરૂર છે જેથી કર્મચારીઓને પગાર મળી શકે અને અન્ય જરૂરી કાર્યો થઈ શકે. મેં આ સંદર્ભમાં નાણાં પ્રધાનને પત્ર લખ્યો છે કે તેઓ તાત્કાલિક 5,000 કરોડ રૂપિયાની આર્થિક સહાય પ્રદાન કરે. સિસોદિયાએ કહ્યું કે, લોકડાઉનનાં કારણે દિલ્હી સરકારની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેને કારણે કર્મચારીઓને પગાર આપવામાં પણ મુશ્કેલી આવી રહી છે.

તેમણે કહ્યું, ‘દિલ્હી સરકારને દર મહિને માત્ર પગાર ચૂકવવા અને ઓફિસનાં ખર્ચ માટે 3,500 કરોડની જરૂર પડે છે. જ્યારે છેલ્લા 2 મહિનામાં જીએસટી કલેક્શન 500-500 કરોડ રહ્યુ છે. અન્ય સ્રોતોથી પણ કુલ 1,700 કરોડ રૂપિયા દિલ્હી સરકાર પાસે આવ્યા છે. જ્યારે 2 મહિનાની અંદર અમારે 7,000 કરોડની જરૂરિયાત છે. કોરોના અને લોકડાઉનને કારણે, દિલ્હી સરકારનાં કરવેરાની વસૂલાત લગભગ 85% જેટલી નીચે ચાલી રહી છે.

સિસોદિયાએ કહ્યું, ‘આવી સ્થિતિમાં અમે કેન્દ્ર સરકાર પાસે રાહત રૂપે 5,000 કરોડની માંગ કરી છે, જેથી પગાર ચૂકવવામાં આવે અને ઓફિસ ખર્ચ ઉઠાવી શકાય.આ સિવાય તેમણે કહ્યું હતું કે, આપત્તિ રાહત ભંડોળમાંથી રાજ્યોને મળેલા નાણાં રાજ્યોને મળ્યા નથી. તેના કારણે દિલ્હીમાં ઘણી સમસ્યાઓ છે. દિલ્હીને કોઈપણ રીતે કેન્દ્રની મદદ મળી નથી. પરંતુ લોકડાઉનને કારણે જે આર્થિક સંકટ સર્જાયું છે તે માટે કેન્દ્રની સહાયની જરૂર છે. આ વચ્ચે એક ટ્વિટમાં દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કેન્દ્ર સરકારને નિવેદન છે કે આ આપદામાં દિલ્હીની જનતાની મદદ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.