National/ દેશમાં છેલ્લાં 24 કલાકમાં મોટા ઉછાળા સાથે 18,900 નવા કેસ નોંધાયા, જો કે છત્તીસગઢમાં ઉછાળા સાથેના આંકડા રજૂ થતાં ઓવરઓલ નવા કેસ વધ્યાં | છત્તીસગઢમાં છેલ્લાં 24 કલાકમાં 6,400 નવા કેસ દર્શાવ્યા, અનુમાન લગાવાઇ રહ્યું છે કે અગાઉની ભૂલો સુધારીને બાકી રહી ગયેલાં તમામ કેસ હાલમાં એકસાથે દર્શાવ્યા હોય શકે | દેશમાં છેલ્લાં 24 કલાકમાં 20,300થી વધુ લોકો કોરોના મુક્ત થયા, જો કે સર્વાધિક રિકવરી પણ છત્તીસગઢની જ છે, જ્યાં 6,400થી વધુ સાજા થયાનું દર્શાવાયું | દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે, દેશમાં હવે એક્ટિવ કેસ 1.69 લાખ બચ્યા, જેમાંથી 40 ટકાથી વધુ એક્ટિવ કેસ તો એકલા કેરળમાં જ | કેરળ અને મહારાષ્ટ્ર આ બે રાજ્યોમાં જ 72 હજાર અને 43 હજાર એટલે કે 1.15 લાખ એક્ટિવ કેસ, જે દેશના કુલ કેસના 70 ટકા જેટલાં | UNએ ભારતની વેક્સિન નિર્માણ ક્ષમતાની પ્રસંશા કરી, UNના ચીફે જણાવ્યું કે વેક્સિન ઉત્પાદનમાં ભારતની ક્ષમતા આખા વિશ્વની બહુમુલી મૂડી સમાન | ખેડૂત આંદોલનમાં આજનો દિવસ મહત્વનો બની રહેવાનો, દિલ્હીની ગાજીપુર બોર્ડર પણ ખેડૂત નેતા ટિકૈત અનશન પર ઉતર્યાં, તો તેમના સમર્થનમાં વધુ કેટલાંક ખેડૂતો બોર્ડર પર પહોંચી રહ્યાં | રાકેશ ટિકૈતે અનશનનું એલાન કરતાં જ તેમના વતન મુઝફ્ફરનગરમાં મહાપંચાયત બોલાવવામાં આવી, આજે મહાપંચાયતમાં આંદોલન અંગે મહત્વનો નિર્ણય લેવાય તેવી સંભાવના | આજથી સંસદનું બજેટ સત્ર શરૂ, બજેટ સત્રમાં નવા કૃષિ કાયદા અને ખેડૂત આંદોલન અંગે વિરોધ થવાની સંભાવના

Breaking News