National/ દેશમાં હવે કુલ વેક્સિનેશનનો આંકડો પોણા કરોડને પાર, શુક્રવારે સાંજ સુધીમાં 75 લાખથી વધુ લોકોને રસી આપી દેવામાં આવી | દેશમાં છેલ્લાં 24 કલાકમાં 11,900 નવા કેસ નોંધાયા, જ્યારે કે 11,200 રિકવરી નોંધાઈ, આમ વધુ એક દિવસ નવા કેસની સંખ્યા રિકવરી કરતાં વધી ગઈ | ભારતે વિશ્વભરના દેશોને વેક્સિન મૈત્રી અંતર્ગત 229 લાખથી વધુ વેક્સિન ડોઝ મોકલાવ્યાં, જેમાંથી 64 લાખ ડોઝ ભેટ સ્વરૂપે જ્યારે 165 લાખ ડોઝ કમર્શિયલ ધોરણે મોકલાવ્યાં | દેશમાં શુક્રવારે મોડી રાત્રે આવેલાં 6.3ની તીવ્રતાના ભુંકપ બાદ હવે ધીમે ધીમે નુકસાનના અહેવાલ સામે આવી રહ્યાં છે, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં વધુ અસર થઈ હોવાથી અનેક રહેણાંક મકાનોને મોટાપાયે નુકસાન થયું | દેશના સમગ્ર ઉત્તરી વિસ્તારમાં અનુભવાયેલાં ભૂકંપના ઝટકા બાદ સામે આવ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનથી 74 કિલોમીટર નીચે હતું | અંતે લાબા અવકાશ પછી દેશનો સુપ્રસિદ્ધ મુગલ ગાર્ડન આમજનતા માટે આજથી ખુલ્લો મુકાયો, સવારે 10થી સાંજે 5 સુધીમાં મુલાકાત લઈ શકાશે, ગાર્ડન 21મી માર્ચ સુધી સોમવાર સિવાયના દિવસે ખુલ્લો રહેશે | દેશમાંથી હવે ગુગલ મેપનું સ્થાન લેવા માટે મેપ માય ઈન્ડિયાએ ઈસરો સાથે હાથ મિલાવ્યાં, મેપ માય ઈન્ડિયા પણ ગુગલ મેપ જેવી સેવાઓ આપશે | સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં આજે બજેટ પર થયેલી ચર્ચા બાદ જવાબ રજૂ કરશે

Breaking News