Not Set/ નર્સિંગ કોલેજમા ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન યથાવત, રિપોર્ટ આવ્યા બાદ પગલા લેવાનો તંત્રનો દાવો

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થિની સાથે કરવામાં આવેલી છેડતી મામલે સરકાર પ્રોફેસર પ્રત્યે કૂણું વલણ અપનાવી રહી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. વિદ્યાર્થિનીને ન્યાય અપાવવા માટે કોલેજની વિદ્યાર્થિની હડતાલ પર ઉતરી છે. તેમ છતા તેમના અવાજને સાભળવામાં નથી આવતો. આજે ચોથા દિવસે પણ વિદ્યાર્થિનીઓ પ્રોફેશરને સસ્પેન્ડ કરાવાની માંગ સાથે વિદ્યાર્થિનીઓ આજે પણ […]

Gujarat
WhatsApp Image 2017 02 27 at 9.49.48 AM 2 નર્સિંગ કોલેજમા ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન યથાવત, રિપોર્ટ આવ્યા બાદ પગલા લેવાનો તંત્રનો દાવો

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થિની સાથે કરવામાં આવેલી છેડતી મામલે સરકાર પ્રોફેસર પ્રત્યે કૂણું વલણ અપનાવી રહી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. વિદ્યાર્થિનીને ન્યાય અપાવવા માટે કોલેજની વિદ્યાર્થિની હડતાલ પર ઉતરી છે. તેમ છતા તેમના અવાજને સાભળવામાં નથી આવતો. આજે ચોથા દિવસે પણ વિદ્યાર્થિનીઓ પ્રોફેશરને સસ્પેન્ડ કરાવાની માંગ સાથે વિદ્યાર્થિનીઓ આજે પણ ધરણા પ્રદર્શન ચાલુ રાખ્યા હતા. અને જો લંપટ પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં નહી આવે તો આમરણ ઉપવાસ પર ઉતરવા તૈયારી પણ કરી લીધી છે.

હેલ્થ વિભાગ દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે પણ આ કમિટી લંપટ પ્રોફેસરને બચાવવા માટે પ્રયાસ કરી રહી હોય તેમ વિદ્યાર્થિનીઓને લાગી રહ્યું છે. આ વિદ્યાર્થિનીઓને કમિટી દ્વારા એવા પ્રશ્નો પુછવામાં આવ્યા જે આરોપીના ફેવરમાં હોય. પ્રોફેસરે વિદ્યાર્થિનીને બિભત્સ મેસેજના પાકા પુરાવા આપ્યા હોવા છતા કમિટીને કંઇ વાંધાજનક દેખાયું નહોતું.

આ અંગે એડિશનલ ડિરેક્ટર એન.બી ધોળકીયાનું કહેવુ છે કે, તપાસ કમિટીએ હજી સરકારમાં રિપોર્ટ જમા કરાવ્યો નથી. ગુરુવાર સુધીમાં આ રિપોર્ટ સબમિટ કરી દેવામાં આવશે રિપોર્ટના આધારે પ્રોફેશર સામે કેવા પગલા લેવા તે નક્કી કરવામાં આવશે.