Not Set/ નહી સુધરે ચીન, કિ્લનિકલ ટ્રાયલ વિના ડ્રેગન દર્દીઓને આપી રહ્યુ છે કોરોનાની રસી

  દુનિયાભરમાં ફેલાઇ ચુકેલા કોરોનાવાયરસે લોકોને ખૂબ પરેશાન કરી દીધા છે. ત્યારે જલ્દી જ કોરોનાની વેક્સિન સામે આવે તેવી માંગ ઉઠી રહી છે. આ વચ્ચે ચીને દાવો કરી દીધો છે કે, તે લોકો પર કોરોના રસીનો ઉપયોગ કરનાર પહેલો દેશ છે. ચીનનાં જણાવ્યા અનુસાર જુલાઈનાં અંતમાં તેણે આ રસી ઉચ્ચ જોખમ ધરાવતા જૂથોમાં રજૂ કરી […]

World
b46e5f726e4f0b5de69d1b99faf91e03 નહી સુધરે ચીન, કિ્લનિકલ ટ્રાયલ વિના ડ્રેગન દર્દીઓને આપી રહ્યુ છે કોરોનાની રસી
 

દુનિયાભરમાં ફેલાઇ ચુકેલા કોરોનાવાયરસે લોકોને ખૂબ પરેશાન કરી દીધા છે. ત્યારે જલ્દી જ કોરોનાની વેક્સિન સામે આવે તેવી માંગ ઉઠી રહી છે. આ વચ્ચે ચીને દાવો કરી દીધો છે કે, તે લોકો પર કોરોના રસીનો ઉપયોગ કરનાર પહેલો દેશ છે. ચીનનાં જણાવ્યા અનુસાર જુલાઈનાં અંતમાં તેણે આ રસી ઉચ્ચ જોખમ ધરાવતા જૂથોમાં રજૂ કરી હતી. જો આ દાવાને સાચો માનવામાં આવે છે, તો ચીને રશિયાનાં ત્રણ અઠવાડિયા પહેલા જ પોતાની વેક્સિનને લોકો વચ્ચે ઉતારી દીધી છે.

જો કે, બંને રસી ક્લિનિકલ ટ્રાયલનાં માનકોને પાર કરતી નથી. વોશિંગ્ટન પોસ્ટનાં અહેવાલ મુજબ, બીજિંગનાં આરોગ્ય અધિકારીઓએ શનિવારે અહેવાલ આપ્યો હતો કે, તેમણે કેટલાક મેડિકલ વર્કસ અને સરકારી ઉદ્યોગો સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓ પર જુલાઈનાં અંતમાં કટોકટીનાં પ્રયોગ હેઠળ રસીનો ડોઝ આપ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે વિશ્વભરનાં અધિકારીઓમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, કોવિડ-19 રસી અને તેના ઇલાજને બજારમાં લાવવા માટે તેમના પોતાના ડ્રગ ડેવલપમેન્ટ પ્રોટોકોલને કેટલા સમય સુધી બાકી રાખવુ જોઇએ.

બીજિંગ તરફથી આ ઘોષણા છેલ્લા અઠવાડિયાનાં એક કૂટનીતિક વિવાદ બાદ સામે આવી છે, જેમા પાપુઆ ન્યૂ ગિનીએ કહ્યું કે, તેણે ચીનનાં ખાનકર્મીઓને પરત મોકલ્યા હતા જેમને આ પ્રાયોગિક કોરોના વાયરસની રસી લીધી હતી. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ટ્વીટ કર્યું હતું કે, યુએસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) કોઈ માહિતી આપ્યા વિના કોરોના રસી વિકસાવવામાં મોડું કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.