Not Set/ નાણાં પ્રધાન નિર્મલા સીતારામન પ્રેસ કોન્ફરન્સ: 20 લાખ કરોડના રાહત પેકેજમાં કોને શું મળશે, જાણો વિગતે…

નિર્મલા સીતારામન પ્રેસ કોન્ફરન્સ: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 20 લાખ કરોડના રાહત પેકેજની વિગતો આપી રહ્યા છે 20 લાખ કરોડના વિશેષ આર્થિક પેકેજ અંગે નાણાં પ્રધાન નિર્મલા સીતારામન એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. આ પેકેજ આત્મનિર્ભર ભારત અભિયાનની મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરશે. તેનાથી દેશની વિકાસ યાત્રાને નવી ગતિ મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ […]

India
3f367e77ab6ac2ddb6cfc74f1d909043 1 નાણાં પ્રધાન નિર્મલા સીતારામન પ્રેસ કોન્ફરન્સ: 20 લાખ કરોડના રાહત પેકેજમાં કોને શું મળશે, જાણો વિગતે...

નિર્મલા સીતારામન પ્રેસ કોન્ફરન્સ: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 20 લાખ કરોડના રાહત પેકેજની વિગતો આપી રહ્યા છે

20 લાખ કરોડના વિશેષ આર્થિક પેકેજ અંગે નાણાં પ્રધાન નિર્મલા સીતારામન એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. આ પેકેજ આત્મનિર્ભર ભારત અભિયાનની મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરશે. તેનાથી દેશની વિકાસ યાત્રાને નવી ગતિ મળશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત બનાવવા માટે લીધેલા સંકલ્પથી દેશવાસીઓને નવી ઉર્જા મળી છે. ભારતીય કંપનીઓએ વિશ્વમાં દવાઓ પહોંચાડી, જેની પ્રશંસા કરવામાં આવી. જ્યાં સુધી ભારત આત્મનિર્ભર નહીં બને ત્યાં સુધી આ દિશામાં કાર્ય ચાલુ રહેશે.

તેમને જણાવ્યું હતું કે, આ માહિતી સતત ચાર દિવસ સુધી આપવામાં આવે તેવી શકયતા છે. તેમાં ચાર એટલે કે લેન્ડ, લેબર, લો અને લિક્વિડિટી પર ફોકસ કરવામાં આવશે, તેને એક-એક દિવસે જાહેર કરવામાં આવશે.

 વધુમે તેમને જણાવ્યું હતું કે, જાહેર કરાયેલા રૂ. 20 લાખ કરોડના પેકેજમાંથી આશરે 8 લાખ કરોડ આરબીઆઈ અને સરકાર દ્વારા પહેલા જ મજૂર કરવામાં આવ્યા છે.  અને વધેલા  12 લાખ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવશે.  તેમાંથી 50,000 કરોડ રૂપિયા ટેક્સ માટે જાહેર કરવામાં આવી શકે છે. જ્યારે વીજ ક્ષેત્રને આશરે એક લાખ કરોડ રૂપિયા મળી શકે છે. એ જ રીતે દેશના ગરીબોને સીધા લાભ સ્થાનાંતરણ દ્વારા મોટી રકમની ફાળવણી કરવામાં આવી શકે છે. તેમાં NBFC અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને આશરે એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી શકે છે.

એમએસએમઇઓને ત્રણ લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. એમએસએમઈ માટે સરકાર છ પગલાં લેશે. નાણામંત્રીએ કહ્યું કે 31 ઓક્ટોબર 2020 થી એમએસએમઇને લોનની સુવિધા મળશે. 3 લાખ કરોડ સુધીની લોન ગેરંટી વિના આપવામાં આવશે અને 45 લાખ એમએસએમઇને આ હેઠળ લાભ થશે.

કોરોનાને કારણે લોકડાઉનની જાહેરાત થતાં જ સરકાર રૂ. 1.70 લાખ કરોડનું પેકેજ લઈ આવી. અમે ખાતરી આપી હતી કે,  દેશના કોઈ ગરીબ, ખેડૂત અને મજૂર ભૂખ્યા નાં રહે. પહેલીવાર જ્યારે રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી હતી, ત્યારે સીધા લાભ ટ્રાન્સફર દ્વારા ૧ કરોડ ખાતાઓમાં સીધી સહાય કરવામાં આવી હતી.

આવો જોઈએ વિગતવાર અહેવાલ…..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.