Not Set/ નારાજગી મામલે પ્રેસ કોન્ફરન્સનાં માધ્યમથી રાજકોટનાં mla ગોવિંદ પટેલે કરી આવી સ્પષ્ટતા

રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા ભાજપ કાર્યાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાની નારાજગી મામલે મહત્વની સ્પષ્ટતા કરવમાં આવી છે. જી હા ફરી એક વાર રાજકોટના ધારાસભ્ય ગોંવિદ પટેલ ભાજપથી નારાજ હોવની વાતો ઉડી હતી અને વારંવાર આવી વાતો વિરોધીઓ દ્વાર પ્રવાહિત કરવાનાં આરોપ સાથે આ મામલે ધારાસભ્ય ગોંવિદ પટેલ દ્વારા સ્પષ્ટતા કરવાામં આવી હતી કે, હું કોઇનાંથી બીલકુલ […]

Gujarat Rajkot
1e93c5f1f46e886b613b61b775bcef7a નારાજગી મામલે પ્રેસ કોન્ફરન્સનાં માધ્યમથી રાજકોટનાં mla ગોવિંદ પટેલે કરી આવી સ્પષ્ટતા

રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા ભાજપ કાર્યાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાની નારાજગી મામલે મહત્વની સ્પષ્ટતા કરવમાં આવી છે. જી હા ફરી એક વાર રાજકોટના ધારાસભ્ય ગોંવિદ પટેલ ભાજપથી નારાજ હોવની વાતો ઉડી હતી અને વારંવાર આવી વાતો વિરોધીઓ દ્વાર પ્રવાહિત કરવાનાં આરોપ સાથે આ મામલે ધારાસભ્ય ગોંવિદ પટેલ દ્વારા સ્પષ્ટતા કરવાામં આવી હતી કે, હું કોઇનાંથી બીલકુલ નારાજ નથી. 

મોડી સવારે રાજકોટ ભાજપ કાર્યાલયે યોજવામાં આવેલી આ પ્રેસ કોન્ફરન્સનાં માધ્યમથી ગોંવિદ પટેલ દ્વારા પોતે હાઈકમાન્ડથી નારાજ હોવાની વાતને અફવા અને વિરોધી દ્વારા પોતાના વિરોધમાં પ્રચાર કરવાનો કારસો ગણાવી, નારાજગીની વાતનું ખંડન કર્યું છે. ગોવિંદભાઇ દ્વારા આ મામલે વિસ્તૃત વાત કરવામાં આવતા તે પણ કહેવામાં આવ્યું કે, ગઇકાલે હું બપોરનાં સમય સુધી ગાંધીનગરમાં રાજ્યસભાનાં મતદાનને લઇને અમારા સાથીઓ સાથે જ હતો અને મુખ્યમંત્રી કે જે મારા સાથી પણ છે તેની સાથે ચૂંટણીમાં મતો અને જીત વિશે ચર્ચા પણ કરી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews