Not Set/ રાજકોટવાસીઓ મિલકત વેરો NPCI  પ્રમાણિત તમામ વેબસાઈટ અને વોલેટ પરથીસરળતાથી ભરી શકશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને મકાનવેરો ઓનલાઈન ભરવા માટે મહાનગરપાલિકાની વેબસાઈટ તેમજ મોબાઈલ એપ મારફતે સુવિધા આપવામાં આવે છે.  હાલમાં કોરોના મહામારીને ધ્યાનમાં

Gujarat Rajkot
rmc રાજકોટવાસીઓ મિલકત વેરો NPCI  પ્રમાણિત તમામ વેબસાઈટ અને વોલેટ પરથીસરળતાથી ભરી શકશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને મકાનવેરો ઓનલાઈન ભરવા માટે મહાનગરપાલિકાની વેબસાઈટ તેમજ મોબાઈલ એપ મારફતે સુવિધા આપવામાં આવે છે.  હાલમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તેમજ લોકોને વધારે મિલકતવેરો વધારે સરળતાથી ભરી શકે તે હેતુ થી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારત બીલ પે સાથે ઈન્ટીગ્રેશન કરવામાં આવેલ છે.

volet રાજકોટવાસીઓ મિલકત વેરો NPCI  પ્રમાણિત તમામ વેબસાઈટ અને વોલેટ પરથીસરળતાથી ભરી શકશે

ભારત બીલ પે એ ભારત સરકારના નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા દ્વારા સંચાલિત ઓનલાઈન બિલ પેમેન્ટ સુવિધા છે કે જેના અંતર્ગત લોકો પોતાનું બિલ સરળતાથી ઓનલાઈન ભરી શકે છે. આ કરાર અંતર્ગત હાલમાં લોકપ્રિય એવા PayTM, Phone Pay, Google Pay, Amazon Pay જેવા Popular વોલેટ દ્વારા પણ લોકો રાજકોટ મહાનગરપાલિકાનો મિલકત વેરો ભરી શકાશે.

આ માટે લોકોએ પોતાના મનપસંદ Payment Wallet માં જવાનું રહેશે તેમાં મ્યુનિસિપલ ટેક્ષ ઓપ્શનમાં જઈ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર બાદ પોતાનો નવો પ્રોપર્ટી નંબર દાખલ કરવાનો રહેશે. દા.ત. જો કોઈ નો નવો મિલકત નંબર ૧૧૧૦/૦૦૦૧/૦૪૫ હોય તો તેમને ૧૧૧૦૦૦૦૧૦૪૫ એ રીતે મિલકત વેરા નંબર (CA નંબર)  એન્ટર કરવાનો રહેશે. ત્યાર બાદ બીલ View ઓપ્શન ની મદદથી વેરાની બાકી ભરવાની રકમ જાણી શકાશે તેમજ Pay Now પરથી પેમેન્ટ કરી શકાશે.આ પ્રકારે લોકો NPCI દ્વારા પ્રમાણિત તમામ વેબસાઈટ, વોલેટ વગેરે પરથી મહાનગરપાલિકા નો મિલકત વેરો સરળતાથી ભરી શકાશે.

majboor str 6 રાજકોટવાસીઓ મિલકત વેરો NPCI  પ્રમાણિત તમામ વેબસાઈટ અને વોલેટ પરથીસરળતાથી ભરી શકશે