Not Set/ નોટબંધીથી આતંકવાદી પ્રવૃતિમાં ઘટાડો, હવાલા કારોબારમાં પણ ઘટાડો થયો

નવી દિલ્હીઃ આતંકવાદ સામે લડવું દુનિયા ભરના લોકો માટે મુશ્કેલ હોય છે ત્યારે સરકાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડુપ્લિકેટ નોટો દ્વારા આતંકવાદીઓને પૂરી પાડવામાં આવતી ફંડિંગ પર લગામ લાગી ગઇ છે. આતંકવાદીઓ પાસે રહેલા નોટ હવે કાગળના ટૂકડાથી વધારે કઇ નથી. ઘાટીમાં તણાવ ફેલાવવ માટે પૈસા આપીને પત્થરબાજી કરાવવામાં આવતી હતી. આતંકવાદીના આકાઓ પોતાના […]

Uncategorized
નોટબંધીથી આતંકવાદી પ્રવૃતિમાં ઘટાડો, હવાલા કારોબારમાં પણ ઘટાડો થયો

નવી દિલ્હીઃ આતંકવાદ સામે લડવું દુનિયા ભરના લોકો માટે મુશ્કેલ હોય છે ત્યારે સરકાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડુપ્લિકેટ નોટો દ્વારા આતંકવાદીઓને પૂરી પાડવામાં આવતી ફંડિંગ પર લગામ લાગી ગઇ છે. આતંકવાદીઓ પાસે રહેલા નોટ હવે કાગળના ટૂકડાથી વધારે કઇ નથી.

ઘાટીમાં તણાવ ફેલાવવ માટે પૈસા આપીને પત્થરબાજી કરાવવામાં આવતી હતી. આતંકવાદીના આકાઓ પોતાના સ્થાનિક એજેન્ટને પૈસા આપતા હતા. જે યુવાનોને પૈસા આપીને સરકારી ઇમારત અને સૈના વિરુદ્ધ ભડકાવવાનું કામ કરતા હતા. નોટબંધી બાદ પૈસની કમીના લીધે પત્થરમારાની ઘટના ઓછી થઇ ગઇ હતી. ઘાટીમાં હાલાત સામાન્ય બની ગયા હતા.

નોટબંધીની અસર જાણવા માટે સુરક્ષા એજન્સીઓએ રાજ્યો, જીલ્લા સ્તરે અને વિદેશોમાં પણ પોતાની જાળ બિછાવી રાખી છે. જેના દ્વારા સતત દરેક મુદ્દે ઇનપુટ લેવામાં આવી રહ્યા છે. તેમજ નિયમીત રૂપે આ દરમિયાન પીએમ મોદી તથા ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ વચ્ચે હાઈલેવલ રિવ્યૂ બેઠકો પણ યોજાતી આવી હતી. કશ્મીર ખીણ પ્રદેશમાં આતંકીઓ સામે કેટલાય મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડી ચૂકેલા સેનાના એક અધિકારીના જણાવ્યા મુજબ ‘નોટબંધીના કારણે આતંકવાદીઓનું સ્થાનિક નેટવર્ક નબળું પડ્યું છે જેના કારણે પાછલા થોડાક દિવસોમાં જ અનેક સફળ આતંકવાદ વિરોધી ઓપરેશન્સ પૂરા પાડવામાં આવ્યા છે. તેમજ યુવાનોને પૈસા આપીને પત્થરબાજી કરાવવાનો ધંધો પણ બંધ પડી ગયો છે.’

છત્તીસગઢ અને ઝારખંડના નક્સલવાદગ્રસ્ત વિસ્તારમાં ભ્રષ્ટ અધિકારીઓ, ભૂ માફિયાઓ અને માઓવાદી નેતાઓ નોટ બદલાવવા માટે લોકોની મદદ માંગતા પણ જોવા મળ્યા હતા. જેમના કેટલાયની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પૂર્વોત્તરમાંથી અહેવાલ આવ્યા છે કે નોટબંધીથી મુશ્કેલીમાં મુકાયેલા કેટલાય નક્સલવાદીઓ સરહદની પેલે પાર ભાગી ચૂક્યા છે.