Not Set/ ન્યુયોર્કની હોસ્પિટલમાં કાર્યરત વડોદરાનું કોરોનાગ્રસ્ત ડોક્ટર દંપતી સ્વસ્થ થઇ ફરી કોરોનાગ્રસ્તની સેવામાં લીન

 અમેરિકાના ન્યુયોર્કની જાણીતી બ્રુકલિન હોસ્પિટલ જ્યાં દૈનિક લગભગ 700 દર્દીઓની સારવાર થાય છે. તેમાં કાર્યરત વડોદરાના તબીબ દંપતી ડો. સિદ્ધાર્થ અને ડો. જાનકી ભેંસાનિયાની કોરોના લડવૈયા તરીકેની ફરજમાં હતા, ત્યારે આ કોરોના વાયરસના શરૂઆતી તબ્ક્કાથીજ તબીબ દંપતી રોજે રોજ કોરોના પીડિતોની સારવાર કરતા હતા. ત્યારબાદ બંનેને ગળામાં ખરાશ, તાવ, ઉધરસ, ખાંસી, શરદી જેવા લક્ષણો જણાયા […]

World
0db715fe db97 4ba0 9124 d7f781834e40 ન્યુયોર્કની હોસ્પિટલમાં કાર્યરત વડોદરાનું કોરોનાગ્રસ્ત ડોક્ટર દંપતી સ્વસ્થ થઇ ફરી કોરોનાગ્રસ્તની સેવામાં લીન

 અમેરિકાના ન્યુયોર્કની જાણીતી બ્રુકલિન હોસ્પિટલ જ્યાં દૈનિક લગભગ 700 દર્દીઓની સારવાર થાય છે. તેમાં કાર્યરત વડોદરાના તબીબ દંપતી ડો. સિદ્ધાર્થ અને ડો. જાનકી ભેંસાનિયાની કોરોના લડવૈયા તરીકેની ફરજમાં હતા, ત્યારે કોરોના વાયરસના શરૂઆતી તબ્ક્કાથીજ તબીબ દંપતી રોજે રોજ કોરોના પીડિતોની સારવાર કરતા હતા.

ત્યારબાદ બંનેને ગળામાં ખરાશ, તાવ, ઉધરસ, ખાંસી, શરદી જેવા લક્ષણો જણાયા હતા. ચક્કર આવવા અને અશક્તિ લાગવી, શ્વાસ ચઢવો જેવી મુશ્કેલીઓ અનુભવાઈ હતી, તે દરમ્યાન સેમ્પલ ચકાસણી કરાવી અને નિદાનમાં તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં સારવાર કરતા કરતા તબીબ દંપતી જાતે દર્દી બની ગયું.

ત્યારે તબીબ દંપતીએ ધીરજ અને સકારાત્મકતા સાથે સારવાર લઈ સાજા થઈને ફરી કોરોના પીડિતોની સેવામાં લાગી ગયુ છે. કોરોના થાય તો જરાય ગભરાશો નહી તેવી સલાહ આપતાં ડૉ. સિદ્ધાર્થ ભેંસાનિયાએ જાણાવ્યું હતું કે, અમે ધીરજપૂર્વક અને સકારાત્મક માનસિકતા અને પ્રભુમાં શ્રદ્ધા રાખી સારવાર લીધી હતી.

એલોપેથીક દવાઓની સાથે આપણા વારસાગત ભારતીય ઔષધીય પદાર્થોનું પણ સેવન શરૂ કર્યું હતું. બે દિવસ સુધી સંપૂર્ણ આરામ સાથે કવોરોનટાઈનનું પાલન કર્યું હતું. બધાના પરિણામે ક્રમશ તબિયત સુધરી અને આજે અમે તબીબ દંપતી ફરીથી કોરોનાના દર્દીના નિદાન અને સારવારના કામે લાગી ગયા છે.

મંતવ્ય ન્યૂઝતમામ લોકોને અપીલ કરે છે કે, બીનજરૂરી ઘરની બહાર નીકળો, સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહ અને સુચનોનું પાલન કરી સહકાર આપો. સાવચેત રહોસતર્ક રહોસુરક્ષિત રહો. દેશદુનિયાનાં સમાચારની પળેપળની અપડેટ વાંચવા માટે મુલાકાત લોમંતવ્ય ન્યૂઝ” – https://mantavyanews.com/ #કોરોનાસામેલડત #કોરોનાનાંવધતાંકેસ #કોરોનાવૈશ્વિકમહામારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.